• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

ભારત આઠમી વખત મહિલા એશિયા કપ ચેમ્પિયન

દુબઈ, તા. 13 : બેટિંગ અને બોલિંગના મોરચે દમદાર દેખાવથી ભારતી મહિલા ટીમે વર્તમાન ચેમ્પિયન શ્રીલંકાને મહિલા એશિયા કપ-2026ની ફાઈનલ મેચમાં 72 રને હરાવીને વિક્રમી આઠમી વખત ખિતાબ જીત્યો હતો. ભારતે પહેલાં બેટિગ કરતા 20 ઓવરમાં પાંચ વિકેટે 183 રન બનાવ્યા બાદ શ્રીલંકાની સમગ્ર ટીમ 20 ઓવરમાં 111 રને જ સમેટાઈ જતાં આઠમી વખત મહિલા એશિયા સરતાજનું બિરુદ્ધ મેળવ્યું હતું. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ સામે ભારતીય બોલર્સે ધારદાર પ્રદર્શન કર્યું હતું. શ્રીલંકા તરફથી કપ્તાન ચમારી અટાપટ્ટુ (32 દડામાં 36 રન)એ વિશ્મી ગુણરત્ને સાથે મળીને બીજી વિકેટ માટે 58 રનની ભાગીદારી કરીને ટીમની આશા જીવંત રાખવાનો પ્રયાસ કર્યો હતો.  જોકે મેચની 10મી ઓવરમાં અનુભવી ઓફ સ્પિનર દીપ્તિ શર્માએ બંને ખેલાડીને પેવેલિયન ભેગી કરીને શ્રીલંકાના દાવની કમર ભાંગી નાખી હતી. 10 ઓવરના અંતે ત્રણ વિકેટે 63 રન થયા બાદ અને રનરેટ વધીને 12 ઉપર પહોંચતા વર્તમાન ચેમ્પિયન શ્રીલંકા પર દબાણ વધ્યું તું. ભારતની ખેલાડીઓ દ્વારા ફિલ્ડિંગ દરમ્યાન પાંચ કેચ છોડવા છતાં ડાબોડી સ્પિનર શ્રીચરણી (20 રનમાં 4 વિકેટ)ની ઘાતક બોલિંગ અને અનુસાશિત આક્રમણને કારણે શ્રીલંકા ટીમ 20 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ ત્રણ અને ક્રાંતિ ગૌડ, શૈફાલી વર્મા અને પ્રેમા રાવતને 1-1 વિકેટ મળી હતી. અગાઉ મહિલા એશિયા કપની ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પહેલાં બાટિંગ કરી હતી. અને નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 183 રન બનાવ્યા હતા અને શ્રીલંકાને જીતવા માટે 184 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓપાનિંગ જોડીએ 129 રનના સ્કોર કર્યા બાદ ટપોટપ વિકેટો પડી હતી. ભારતીય ઓપનર સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ શાનદાર અડધી સદી ફટકારી હતી. સ્મૃતિએ 59 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે શેફાલીએ આક્રમક બાટિંગ કરતા માત્ર 39 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા. શેફાલીએ માત્ર 24 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી હતી. જે વિમેન્સ એશિયા કપના ઇતિહાસની સૌથી ઝડપી અડધી સદી છે. ત્યારબાદ કેપ્ટન હરમનપ્રીત કૌર 14 રન અને રિચા ઘોષ 17 રન બનાવીને આઉટ થયા હતા. ટીમ ઇન્ડિયાની શરૂઆત ધમાકેદાર રહી હતી, પરંતુ 129 રનના સ્કોર પર પહેલી વિકેટ પડયા બાદ ભારતીય ટીમ થોડી ડગમગી ગઈ હતી. શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના વચ્ચે થયેલી સદીની ભાગીદારી જોતા એક સમયે એવું લાગી રહ્યું હતું કે ભારત આસાનીથી 200 રનનો આંકડો પાર કરી લેશે. જોકે, છેલ્લી ઓવરોમાં વિકેટો પડવાના કારણે ટીમ નિર્ધારિત 20 ઓવરમાં માંડ માંડ 183 રન સુધી જ પહોંચી શકી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd