ભુજ : હાલે વડોદરા હર્ષાબેન અશોકભાઈ માંકડ (ઉ.વ. 65) તે અશોકભાઈ ઉમાશંકર માંકડના પત્ની,
પ્રવીર તથા ડિંકી માંકડના માતા, એન્જલ પ્રવીર માંકડના
સાસુ, સરગમ માંકડના દાદી, નિવેદિતાબેન,
મીનાક્ષીબેન, સ્વ. જ્યોત્સનાબેન, સ્વ. પ્રેમીલાબેન, સ્વ. જવનીકાબેન, સ્વ. ભાનુભાઈ માંકડના ભાભી, સ્વ. પૂર્ણાબેન, રસિકભાઈ મહેતા (રાજકોટ)ના પુત્રી, ચેતનભાઈ મહેતા,
મનનભાઈ મહેતાના બહેન તા. 1-9-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 2-9-2026ના સવારે 9 વાગ્યે વડોદરાના નિવાસસ્થાન, બી-906, આત્મીય હાઇટ્સ, માણેજા ક્રોસિંગ પાસે, મકરપુરાથી નીકળી મકરપુરા મુક્તિધામ
જશે.
ભુજ : કાયસ્થ મહેશ જયેન્દ્રરાય મહેતા (ઉ.વ. 67) (નિવૃત્ત કોર્ટ) તે તરુલતાબેન
મહેતા (નિવૃત્ત શિક્ષિકા શાળા નં. 15)ના પતિ, સ્વ.
મૃદુલાબેન જયેન્દ્રરાય મહેતાના પુત્ર, સ્વ. જનકબેન ભગવતીદાસ મહેતાના
જમાઇ, શચી (ભુજ), સૃષ્ટિ (અમદાવાદ)ના પિતા,
ઉમેશ ચૌહાણ, રાજ વાછાણીના સસરા, નયનાબેન, અરૂણભાઇ, હરેશભાઇ,
સ્વ. અનિલભાઇના ભાઇ, જયેન્દ્રભાઇ (વડોદરા)ના સાળા,
વર્ષાબેન અને કૌશિકભાઇના બનેવી, અંજલિબેન,
દક્ષાબેનના દિયર, આરતીબેનના જેઠ, મીનાબેનના નણદોઇ, ચિરાયુના મામા, દર્શન, દિશા, હર્ષ, ક્રિષ્ના, યશના કાકા, કીર્તન,
મેઘાવીના ફુવા, વૃષિકા, અદ્વિકા,
ક્રિયાંશના નાના તા. 27-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-9-2026ના બુધવારે સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી, ભુજ ખાતે.
ભુજ : અ.સૌ. જાગૃતિબેન અશ્વિનભાઇ ધારક (ઉ.વ. 45) તે ગં.સ્વ. જયાબેન જયંતીલાલ
ધારકના પુત્રવધૂ, સિદ્ધાર્થ
અને હર્ષના માતા, ગં.સ્વ. કુસુમબેન મધુસૂદન ધારકના દેરાણી,
ભારતીબેન જયંતીલાલ પંડયા (માંડવી), વર્ષાબેન વિજયકુમાર
પંડયા (ઇન્દોર)ના ભાભી, રિમા જયેશ જેઠી (ભુજ), ધારા ગિતેન પંડયા (અંજાર), રાજના કાકી, ગં.સ્વ. ભિખીબેન ખુશાલભાઇ પટેલ (વલસાડ)ના પુત્રી, મોહિની
અનિલ રાજગોર, કલાવંતી સંજયભાઇ પટેલ, સોનલ
જિતેશભાઇ પટેલ, પાર્વતીબેન સંજયભાઇ પટેલ, પ્રિયંકા ખુશાલભાઇ પટેલના બહેન તા. 1-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-9-2026ના ગુરુવારે સાંજે 4થી 5 લક્ષ્મીનારાયણ મંદિર, શેરી નં. 9, નરસિંહ મહેતા
નગર, ભુજ ખાતે.
ભુજ : મૂળ કોટડા જડોદરના ખત્રી ઇસ્માઇલ સિદીક (ઉ.વ. 61) તે નાસીરહુસેન, યાસ્મિનબેન આરીફ (રવાપર), અંજુમબેન ઇમ્તિયાઝ (ભુજ), શબનમબેન ફિરોઝ (ભુજ)ના પિતા,
જેનાબાઈ ઈબ્રાહિમ (ભુજ)ના ભાઈ, હાજી આમદભાઈ (ઉગેડી),
સુમારભાઈ (ઉગેડી), અલીમામદ (ઉગેડી), અબદરેમાન જુમા (કોટડા જડોદર), હાજી રહિમ જુણસ (દયાપર),
ઓસમાણ જુણસ (ઉગેડી)ના કાકાઈ ભાઈ તા. 1-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 3-9- 2026ના ગુરુવારે સવારે 11થી 12 મુસ્તફા જમાતખાના, સંજોગનગર, ભુજ ખાતે.
ભુજ : નોતિયાર દાઉદ ઇબ્રાહિમ (ઉ.વ. 65) તે સુમાર અને વલીમામદના ભાઇ, હેદાયતુલ્લાહ, મુસ્તાક
અને જુસબ નોતિયાર (ટાપર પંક્ચર-સરપટ ગેટ)ના પિતા, કલીમુલ્લાહ,
કાદર, અકબરઅલીના મોટાબાપા, યુસુફ બચુમિયા, સિરાજ (મોરબી)ના બનેવી તા. 1-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 3-9-2026ના ગુરુવારે સવારે 10થી 11 મોલુવાલી મસ્જિદ જમાતખાના,
સરપટ ગેટ બહાર, ભુજ ખાતે.
આદિપુર : સાવિત્રી મોહનદાસ આડવાણી (ઉ.વ. 85) તે સ્વ. મોહનદાસ લેખરાજમલ આડવાણીના
પત્ની, લક્ષ્મણ એમ. આડવાણી (નિવૃત્ત જીસીબી),
સ્વ. હરેશ એમ. આડવાણી,
દિલીપ એમ. આડવાણી (વિક્કી મંડપ), અંજલિ જગદીશ શાહણી (દિલ્હી)ના માતા, જગદીશ એન. શાહણી, રોશની એલ. આડવાણી, હર્ષા ડી. આડવાણીના સાસુ, યશ એલ. આડવાણી (યશ કન્સ્ટ્રક્શન્સ), સભ્યતા એલ. આડવાણી,
સંધ્યા કે. ગજ્જર, આશિષ ડી. આડવાણી (વિવેક વીડિયો
અને ફોટો), વિવેક ડી. આડવાણી (રિચ્યુઅલ ઈવેન્ટ્સ)ના દાદી,
રોહિત જે. શાહણી, અદિતિ જે. શાહણીના નાની,
કિશન એચ. ગજ્જર, દિયા યશ આડવાણીના દાદીસાસુ,
પ્રતિષ્ઠા યશ આડવાણીના પરદાદી તા. 30-8-2026ના અવસાન પામ્યા છે.
આદિપુર : પુષ્કર્ણા બ્રાહ્મણ ગં.સ્વ. લલિતાબેન આસકરણ ઉપાધ્યાય
(ઉ.વ. 69) તે સ્વ. વિશ્વનાથ પીતાંબરદાસના
પુત્રવધૂ, આસનદાસભાઇના ભત્રીજાના પત્ની, નીતિન, સંજયના માતા, સ્વ. રમેશચંદ્ર,
સ્વ. કિશનચંદ (વિશ્વનાથ સ્વીટ્સ), ગોવિંદ,
મૂલચંદ, ધરમશી, વિજયના ભાભી,
સ્વ. મુક્તાબેન, ગં.સ્વ. ચંચલાબેનના દેરાણી,
કૌશલ્યાબેન, લીનાબેન, પલ્લવીબેનના
જેઠાણી, જ્યોતિ, દીપિકા, પ્રિયા, વિનિતા, કપિલ, સાગર, લક્કી, શિલ્પા, ભાવિકાના કાકી, આરવ, દેવીક,
ઉર્વિના દાદી, સોનુ, અંજના,
કિયારી, હીર, ધાર્મી,
કલ્પ, માહીના નાની તા. 31-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 2-9-2026ના બુધવારે સાંજે 5થી 5.30 પુષ્કર્ણા બ્રાહ્મણ સમાજવાડી,
પ્લોટ નં. 239, વોર્ડ 2/બી, આદિપુર ખાતે.
માંડવી : મૂળ કાંડાગરાના હંસાબેન કીર્તિકુમાર મોહનલાલ શાહ (ઉ.વ.
82) (હાલ વડોદરા) તે મોહનલાલ જેવતના
પુત્રવધૂ, વિનીતકુમાર, દિવ્યેશકુમારના
માતા, લીના વિનીતકુમાર, નીતુ દિવ્યેશકુમારના
સાસુ, પાત્રતાસુંદર મ.સા. તથા સાધ્વી તહત્તિનિધિના સંસારી દાદી,
ધ્રિતીના દાદી, નાનાલાલ ગાવિંદજી મેહતા (માંડવી)ના
પુત્રી તા. 31-8-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-9-2026ના શુક્રવારે સવારે 9થી 12 સૌરાષ્ટ્ર
જૈન ભવન, વડોદરા ખાતે.
માંડવી : કચ્છી પરજિયા પટ્ટણી સોની અનિલ કાગતડા (ઉ.વ. 66) તે હેમલતાબેન (હેમાબેન)ના પતિ, સ્વ. ચંચળબેન લક્ષ્મીદાસ ટોકરશી કાગતડાના પુત્ર,
સ્વ. શાન્તાબેન શિવજી દયાળજી છટપોંખ્યાના જમાઇ, પાર્થ, ધૈર્યના પિતા, ઝવેરીલાલ,
સ્વ. પ્રવીણભાઇ, સરલાબેન જિતેન્દ્ર, જયશ્રીબેન રાજેશભાઇના ભાઇ, પૂજાના સસરા, સ્વ. ઇન્દુબેન, ઉષાબેનના દિયર, જિજ્ઞેશ, પાર્થિવ, નિરાલી,
ખ્યાતિના કાકા, ચિંતનભાઇ, નીરવભાઇ, ધ્રુવીબેનના કાકાસસરા, હીરજીભાઇ, ધારકાભાઇ, સ્વ. વિજયભાઇ,
ચંદ્રકાન્ત, દિનેશભાઇ, ચંદ્રિકાબેન,
દેવયાનીબેનના બનેવી, વિહાન અને જીયાન્સના નાના
તા. 1-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 2-9-2026ના બુધવારે સાંજે 4થી 5 સાગર વાડી, માંડવી
ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ કુકમાના હાલે નાગલપર કચ્છ ગુર્જર ક્ષત્રિય
વસંતભાઇ ચૌહાણ (ઉ.વ. 60) તે ગં.સ્વ.
કાશીબેન, સ્વ. કાંતિલાલના પુત્ર, અરૂણભાઇ, ધીરજલાલ, વૃજલાલ,
રેખાબેન લલિત વાઘેલા, નીમુબેન હર્ષદકુમાર યાદવના
ભાઇ, દેવેન્દ્ર, વિકાસ, અક્ષય, નીરવ, દર્શન, નયન, દિવ્યા, ભક્તિના કાકા,
ધીરેન, પ્રીતિ, અર્પિતા,
રિદ્ધિ, નિમિષાના મામા તા. 31-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 2-9-2026ના બુધવારે સાંજે 5થી 6 ગુર્જર ક્ષત્રિય સમાજવાડી,
જૂનાવાસ, માધાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : ગાવિંદલાલ ઉપાધ્યાય (ઉ.વ. 84) તે સ્વ. શાંતાબેન લાલજી જુઠાના
પુત્ર, કાંતાબેનના પતિ, સ્વ.
પાર્વતીબેન જટાશંકર વ્યાસના જમાઈ, સ્વ. રેવાશંકર, સ્વ. હરિશંકર, સ્વ. ભગવાનલાલ, સ્વ.
નર્મદાબેન, ગં.સ્વ. અનસૂયાબેન, ગં.સ્વ.
ભગવતીબેનના ભાઈ, ગં.સ્વ. રેવાકુંવર, ગં.સ્વ.
શારદાબેનના દિયર, ગં.સ્વ. હંસાબેનના જેઠ, સ્વ. રુકમણિબેન, સ્વ. કાંતિલાલ વ્યાસ, સ્વ. મધુસૂદન વ્યાસ, ગં.સ્વ. લીલાવંતીબેનના બનેવી,
કમલેશ, સંજય, જિજ્ઞેશ,
અવિનાશ, રીટા, યોગિતાના પિતા,
બાલકૃષ્ણ વ્યાસ, ધર્મેન્દ્ર જોશી, છાયાબેન ઉપાધ્યાયના સસરા, સ્વ. જશુબેન અરજણભાઈ બાંભવા
(જામનગર)ના વેવાઈ, સ્વ. દિલીપ, પ્રવીણ,
સ્વ. કિશોર, દેવેન, ભરત,
કિરીટ, ભાનુબેનના કાકા, શૌર્યના
દાદા, કૃપાલી, અનિમેષ, મીત, કિશન, ધ્રુવીના નાના તા. 1-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 3-9-2026ના ગુરુવારે સાંજે 5થી 6 સોની સમાજવાડી, માધાપર (જૂનાવાસ) ખાતે.
ગોધરા (તા. માંડવી) : કવિશા વિપુલ ગોસર (ઉ.વ. 24) તે રમણીકલાલ કુંવરજી ગોસરના
પૌત્રી અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
2-9-2026ના બપોરે 3.30થી 4 પુષ્પ વિનોદ સંકુલ, ગોધરા ખાતે.
ગુંદિયાળી (તા. માંડવી) : મૂળ નાગ્રેચાના રાજગોર પ્રતિમાબેન
તે નરેન્દ્ર વિશનજી ઉગાણીના પત્ની, સ્વ. લક્ષ્મીબેન દયારામ શિવજી મોતા (ગુંદિયાળી)ના પુત્રી, ગં.સ્વ. કુસુમબેન કિશોરભાઇ મોતાના નણંદ, લવેશ,
પરેશના ફઇ, હેતલ, જિજ્ઞાના
ફઇસાસુ, ઇશાના માસીસાસુ તા. 30-8-2026ના અવસાન પામ્યા છે. માવિત્ર
પક્ષની સાદડી તા. 2-9-2026ના
બપોરે 2થી 4 મંગલાજ મા મંદિરના પટાંગણ,
ગુંદિયાળી ખાતે.
સમાઘોઘા (તા. મુંદરા) : મૂળ વનોરી (તા. અબડાસા)ના શિવગર માયાગર
(ઉ.વ. 93) તે રુખમણિબેનના પતિ, સ્વ. લાલગર, સ્વ. લક્ષ્મણગર
(રાજકોટ), ગં.સ્વ. લક્ષ્મીબેન (અંતરજાળ), સ્વ. મટુબેન (ભુજ), સ્વ. જમનાબેન (મોટી ભાડઇ)ના ભાઇ,
દમયંતીબેન, રમેશગિરિ, ચંપકગિરિ,
વસંતગિરિ, ગુલાબગિરિના પિતા, મુલગર (મોટા રતડિયા), તારાબેન, ક્રિષ્નાબેન, હસ્મિતાબેનના સસરા, સ્વ. પ્રમાબેન લાલગરના દિયર, સ્વ. કૌશિક, સ્વ. કાવ્યા, કાજલ, ખુશાલી,
નિરાલી, હેતલ, પૂજા,
માનસી, પ્રગતિ, કુપલ,
માહી, ભૂમિ, વિમલ,
નીલેશ, ધવલના દાદા, તેજલબેન,
જિજ્ઞાબેન, ભરતગિરિ (મોટા વાલ્કા), શૈલેશપુરી (ભાડાઇ), રાહુલગિરિ (ભાચુંડા), રવિપુરી (વેરાવળ), રોનકગિરિ (ભાચુંડા)ના દાદાસસરા,
પ્રાચી, પરીક્ષિતના પરદાદા તા. 31-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 3-9-2026ના સાંજે 4થી 5 ભીમનાથ મહાદેવ, સમાઘોઘા ખાતે.
ભુજપુર (તા. મુંદરા) : વિજય તે લક્ષ્મીબેન દેવસી કાનજી પાતારિયાના
પુત્ર, જશોદાબેનના પતિ, પ્રવીણ,
સવિતાબેનના ભાઇ, હરજી, ડાયાના
ભત્રીજા, અધાયા જુમા ધુઆના જમાઇ, દીપાલી,
હેનિસ, સત્યમના પિતા તા. 1-9-2026ના અવસાન પામ્યા છે.
બારોઈ (તા. મુંદરા) : નારેજા રુકિયાબાઈ (ઉ.વ. 71) તે હાજી સુલેમાન (માજી પીડબલ્યુડી)ના
પત્ની, નારેજા હારુન (મામલતદાર કચેરી ડ્રાઈવર),
ગુલામહુસેન (પ્રાંત કચેરી ડ્રાઈવર), રમજુ (ટ્રેલર),
આમદ (પ્રાંત કચેરી પટાવાળા)ના માતા, સરકી અબ્દુલ
(રામાણિયા)ના સાસુ તા. 1-9-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-9-2026ના સવારે 10થી 11 ગ્રીન પાર્ક, બારોઇ ખાતે.
દનણા (તા. નખત્રાણા) : સજનબા દાજીભા સોઢા (ઉ.વ. 56) તે દાજીભા જાલુભા સોઢાના પત્ની, સ્વ. નાનુભા, સ્વ. જેમલજીના
નાના ભાઈના પત્ની, મંગલજી, લાખુભા,
દાનુભા, કરશનજી, સંગ્રામજીના
ભાભી, ધર્મેન્દ્રાસિંહ, દક્ષાબા વીરભદ્રાસિંહ જાડેજા (ભુજ),
સંતોષબા દિલાવરાસિંહ જાડેજા (માધાપર), હંસાબા રાજેન્દ્રાસિંહ
ઝાલા (જામનગર), મિત્તલબા હરપાલાસિંહ જાડેજા (વિંઝાણ)ના માતા,
જીયાંશીબાના દાદી, મિતરાજાસિંહ, યશરાજાસિંહ, ધૈર્યરાજાસિંહના નાની, મહેન્દ્રાસિંહ, સુરેન્દ્રાસિંહ, જગતાસિંહના કાકી, કિશોરાસિંહ, શક્તાસિંહ,
સત્યરાજાસિંહના મોટા મમ્મી, નારુભા રાજમલજી વાઢેર
(ભોગત-દ્વારકા)ના પુત્રી તા. 1-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી દનણા ખાતે.
કોટડા (જ.) નવાનગર (તા. નખત્રાણા) : નોડે ભચાબાઇ ઓસમાણ (ઉ.વ.
85) તે મ. ઓસમાણ સિધીકના પત્ની, કાસમ, આમધના માતા,
કાદર, સુલતાન, ફરીદીન,
ગુલામ, હાજી, અબુના દાદી
તા. 31-8-2026ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 3-9-2026ના ગુરુવારે સવારે 10.30 વાગ્યે નિવાસસ્થાન કોટડા-જડોદર
ખાતે. તકદીર મોલાના કેર અબદરેમાન (નલિયાવાળા) ફરમાવશે.
રાજકોટ : મૂળ વાંકાનેરના મીનાબેન (ઉ.વ. 69) તે સ્વ. અરૂણકુમાર નીમચંદ દોશીના
પત્ની, નંદલાલભાઈ અમૂલખભાઈ પટેલના પુત્રી, સાગરભાઈ, જુલીબેન, દિવુબેનના માતા
તા. 1-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 3-9-2026ના ગુરુવારે સવારે 10થી 12 નિવાસસ્થાને ટુ-બીએચકે કોમ્યુનિટી હોલ, પામ યુનિવર્સ, ગંગોત્રી
પાર્ક મેઈન રોડ, રૈયા ગામ, યુનિવર્સિટી
રોડ, રાજકોટ ખાતે.
લાખાપુરના પંકજ ધરોડ (ઉં. 68) તે હેમકુંવરબેન
ડુંગરશીના પુત્ર. વનીતાના પતિ. હિરલ, રીંકુ, ઉર્વીના પિતા. મુંબઈ અરૂણા નરેન્દ્ર, ચંદ્રીકા દેવચંદ, પલ્લવી જયંત, જયશ્રી શાંતિલાલ, રેખા જીતેન્દ્ર, કોકીલા શેખરના ભાઈ. નાનુબેન વિસનજીના જમાઈ અવસાન પામ્યાં છે.
(સૌ. : કવીઓ જૈન ખબરપત્રિકા)