• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

અવસાન નોંધ

ભુજ : હિંમતલાલ હીરજી રાયકુંડલ (ઉ.વ. 73) તે સ્વ. જશોદાબેન હીરજીભાઇ રાયકુંડલના પુત્ર, ગં.સ્વ. ભાનુમતીબેનના પતિ, સ્વ. ચંદુલાલભાઇ, સ્વ. ઘનશ્યામભાઇ, સ્વ. પુષ્પાબેન પરષોત્તમભાઇ (માધાપર), સ્વ. હેમલતાબેન નાનજીભાઇ (સાંગલી)ના નાના ભાઇ, સ્વ. નિર્મળાબેન, સ્વ. વાસંતીબેનના દિયર, જિજ્ઞેશભાઇ, નિકેશભાઇના પિતા, ભાવિકાબેન, શીતલબેનના સસરા, હિતેષભાઇ, પીયૂષભાઇ, વિપુલભાઇ, સ્વ. પ્રજ્ઞાબેન, આશાબેન વનરાજભાઇ, કુમુદબેન ઘનશ્યામભાઇ, હિનાબેન શાંતિલાલ, નિશાબેન આશિષભાઇના કાકા, રેખાબેન, મમતાબેન, પ્રીતિબેનના કાકાસસરા, અનુપ, નિશી, નિર્ભય, દિયા અભય, રોહન, હર્ષ, મયંકના દાદા, લકી, વંશિકા, બર્જરીના દાદાસસરા, સ્વ. કસ્તૂરબેન પ્રાગજી કોઠારી (કોટડા રોહા)ના જમાઇ, સ્વ. પ્રભાબેન, જિતેન્દ્રભાઇ, સ્વ. રાજેશભાઇ, નીતિનભાઇ, સ્વ. પ્રવીણભાઇ, મહેશભાઇ, જયશ્રીબેન, લીનાબેનના બનેવી તા. 30-8-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-9-2026ના મંગળવારે સાંજે 4.30થી 5.30 વાગડ બે ચોવીસી સમાજવાડી, પહેલા માળે, આર.ટી.ઓ., ભુજ ખાતે.

ભુજ : ચાકી હુસેન બુઢા (ઉ.વ. 73) તે મ. હાજી યાકુબ, મામદ, આદમ બી. ચાકીના ભાઈ, અમીન, બીલાલ, રઝાક, અસ્માબેન અનવર (જામનગર)ના પિતા, અનસના દાદા, હાજી અબ્દુલલતિફ હાજી યાકુબ, સિકંદર મામદ ચાકી, ફારુક આદમના કાકા તા. 29-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-9- 2026ના મંગળવારે સવારે 10થી 11 ચાકી જમાતખાના, મહેંદી કોલોની, ભુજ ખાતે.

ભુજ : મૂળ ગઢશીશાના કરણ સુરેશભાઈ કોઠારી (ઉ.વ. 28) તે સ્વ. અરૂણાબેન હરિરામ કોઠારીના પૌત્ર, રક્ષાબેન સુરેશભાઈ કોઠારીના પુત્ર, દિવ્યાબેન દિલીપભાઈ કોઠારી (ડોમ્બિવલી), ઉર્વિબેન હિતેશભાઈ કોઠારી (ડોમ્બિવલી), મીનલબેન બિપિનભાઈ કોઠારી (ડોમ્બિવલી)ના ભત્રીજા, યશ સુરેશભાઈ કોઠારી, ચાર્મિ, હેતવી, વંશના ભાઈ, નિરાલી યશ, અવની રોનક, ત્રિપ્તિ જયના દિયર, રાચી, માનના કાકા, સ્વ. ધનલક્ષ્મી લાલજી ખીમજી ઠકકર (કોઠારા)ના દોહિત્ર, સ્વ. ગંગારામ હરિરામ સેજપાલ (નેત્રા)ના પરદોહિત્ર, આરતી વિપુલભાઈ ઠકકર (માધાપર), નયના વિશાલભાઈ ઠકકર (માધાપર), હર્ષા હરેશભાઇ ઠકકર (નેત્રા), દિયા દર્શકભાઈ ચોથણી (માધાપર), રિમ્પલ બ્રિજેશભાઈ ગણાત્રા (ભુજ)ના ભાણેજ તા. 29-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-8-2026ના સોમવારે સાંજે 4થી 5 નાનજી સુંદરજી સેજપાલ (ભીવંડીવાલા) લોહાણા મહાજનવાડી, વી.ડી. હાઈસ્કૂલ બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : મૂળ વિથોણના લુહાર અબદ્રેમાન હુશેન તે મ. હુશેન (વિથોણ)ના પુત્ર, અરમાનના પિતા, લુહાર હુસેન ઇસ્માઈલ (માજી પ્રમુખ ભુજ જમાત)ના જમાઈ, લુહાર મામદ ઈશા (સામત્રા), લુહાર હાજી અબ્દુલાહ યાકુબ (વિથોણ), લુહાર જાનમોહમ્મદ સુલેમાન (બિદડા)ના સાળા તા. 30-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-9-2026ના મંગળવારે સવારે 10થી 11 મુસ્તફા જમાતખાના, ભુજ ખાતે.

માંડવી : મૂળ મંજલના શાંતાબેન પ્રેમજીભાઈ જોશી (સુંબળ) (ઉ.વ. 80) તે સ્વ. પ્રેમજીભાઈ આણંદજી જોષીના પત્ની, સ્વ. ગાંગજી વિશ્રામ ખાંડેકા (કુકમા)ના પુત્રી, શામજીભાઈ, સ્વ. બાબુભાઈ, જયાબેન નારાણ ઔદિચ્યના મોટા બહેન, સ્વ. શાંતિલાલભાઈના નાના ભાઈના પત્ની, સ્વ. વસંતલાલ, પ્રદીપકુમાર ( જાયન્ટ્સ-ભુજ), સ્વ. લક્ષ્મીબેન મઢવી, સ્વ. નર્મદાબેન રાવલના ભાભી, સ્વ. ઈન્દુબેન, જયેશભાઈ, લતાબેન, સ્વ. ઉમાકાન્ત, દીપ્તિના માતા, સ્વ. ભાવિકા, જિગર, પૂનમ રોનક શાહ, કિંજલ મયૂર ગામોટના દાદી, કુંદન જયેશભાઈસ્વ. ભદ્રેશ જોશી, ધવલભાઈ ભરતભાઈ જોશીના સાસુ, મોહનભાઈ પંડયા, શાંતિલાલ ગામોટનાના વેવાણ, વેદાંત, રોહીન, આન્યાના નાની, કાર્તિકના મોટા નાનીબીનાબેન ઔદિચ્ય, દીપકભાઈ, ગીતા ધવલ રાજગોર, અમિત, પ્રતિક્ષા જેઠવા, ભાર્ગવ અને વિશાલના મોટીમા, રંજનબાળા (મુંબઈ), લીલાવતી ચાંઉ, ધીરૂબેન રાવલ, હસુબેન ગઢવીના કાકી તા. 29-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-8-2026ના સોમવારે સાંજે 5થી 6 જૈનપુરી, આઝાદ ચોક, માંડવી ખાતે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાને ચાકી પાળો, કલવાણ રોડ, માંડવી ખાતે.

ચકાર-કોટડા (તા. ભુજ) : ચેતનકુમાર (ઉ.વ. 31) તે રામજી જુમા કોલી (માજી સભ્ય ભુજ તાલુકા પંચાયત)ના પુત્ર, જિગર અને વીરના પિતા, વિશ્રામ અને બાબુના ભત્રીજા, કિરીટ, અનિલ, તુષાર, નીતેશના ભાઇ તા. 28-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને.

નાડાપા (તા. ભુજ) : મૂળ માનકૂવાના શાંતિલાલ પુરાણિયા (ઉ.વ. 49) તે પુરાણિયા ભાણજી માયાભાઇ અને મેઘીબેનના પુત્ર, અરૂણ, હિતેષના પિતા, કોમલના સસરા, હિનાબેન, વેલાબેન, નબુબેનના ભાઇ, મંગળાબેનના પતિ તા. 30-8-2026ના અવસાન પામ્યા છે. સંતવાણી તા. 31-8-2026ના સોમવારે અને પાણી (ઘડાઢોળ) તા. 1-9-2026ના મંગળવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન નાડાપા ખાતે.

ભવાનીપુર-ધમડકા (તા . અંજાર) : બાલુભા ઉમેદાસિંહ સોઢા (ઉ.વ. 101) તે સ્વ. ભુરાજી કેસરાસિંહ. સ્વ. જીતુભા કેસરાસિંહ, મધુભા કેસરાસિંહના ભાઈ, અચુભા, લક્ષ્મણાસિંહના પિતા, શક્તાસિંહ, જયદીપાસિંહ, કુલદીપાસિંહના દાદા તા. 26-8-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 6-9-2026ના નિવાસસ્થાને.

કોડાય (તા. માંડવી) : ગં.સ્વ. લીલાવંતીબેન લક્ષ્મીશંકર વેદાંત (ઉ.વ. 99) તે સ્વ. લક્ષ્મીશંકર હરિરામ વેદાંત (બાબુ માસ્તર)ના પત્ની, સ્વ. ગાંગજી લાલજી વેદાંત બિદડા)ના પુત્રી, મૂળશંકર, મૂળરાજ, રજનીકાંત, શૈલેન્દ્ર, લક્ષ્મીબેન, સરોજબેન, અરૂણાબેન, હંસાબેનના માતા, ચંદનબેન, કલ્પનાબેન, જ્યોતિબેન, નિશાબેનના સાસુ તા. 29-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-9-2026ના મંગળવારે બપોરે 3થી 5 પરજિયા રાજગોર સમાજવાડી, મહાવીર નગર, કોડાય પુલ ખાતે.

કોજાચોરા (તા. માંડવી) : જાડેજા કુલદીપાસિંહ જામભા (ટીલાટ) (ઉ.વ. 59) તે સ્વ. રતનાસિંહજી શિવુભા, સ્વ. બહાદુરાસિંહ શિવુભા, સ્વ. હરાસિંહ કનુભા, ફતેહાસિંહ શિવુભા, પ્રહલાદાસિંહ કનકાસિંહના ભત્રીજા, હિતેન્દ્રાસિંહ, ચંદ્રાસિંહ, નવલાસિંહ, દિલીપાસિંહ, દશરથાસિંહ, વનરાજાસિંહના મોટા ભાઈ, ઉદયાસિંહના પિતા, વિશ્વરાજાસિંહ, નીલદીપાસિંહ, કર્મરાજાસિંહ, યજ્ઞદીપાસિંહ, નમ્રદીપાસિંહ, યશદીપાસિંહના મોટાબાપુ તા. 30-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી  દરબારગઢની ડેલીએ. ઉત્તરક્રિયા  તા. 8-9-2026ના નિવાસસ્થાને.

ભદ્રેશ્વર (તા. મુંદરા) : મંગુભાઇ મોખા (રજપૂત) (ઉ.વ. 70) તે સ્વ. લક્ષ્મીબેન દામજી મોખાના પુત્ર, રંજનબેનના પતિ, ગોવિંદ, હેમલતા દિનેશ મકવાણા (નલિયા), ભાવના પ્રવીણ ચૌહાણ (તલવાણા), સ્વ. ભારતી પ્રફુલ સોલંકી (મુંબઇ), નયના પ્રકાશ સિંધલ (કારાઘોઘા)ના પિતા, અંજનિબેનના સસરા, મોહિત, જિયાંશી, રુદ્રાંશના દાદા, ભાવેશ, સાહિલ, જયદીપ, કાર્તિક, કશ્યપ, પૂર્વરાજ, દિવ્યા, રિદ્ધિ, ખુશીના નાના, સ્વ. વાલજીભાઇ (એક્સ આર્મી), સ્વ. જીવરાજ (એક્સ આર્મી), કલાબેન વાલજી રામાણી (ભદ્રેશ્વર), રુક્ષ્મણિ હરેશ સોલંકી (મુંબઇ), કેસરબેન વશનજી પરમાર (મુંદરા), પુષ્પાબેન મનોજ રાઠોડ (ભુજ), જ્યોત્સના રાજેન્દ્ર પરમાર (અમદાવાદ), સંતોષબેન દિનેશભાઇ મોડ (કાંડાગરા)ના ભાઇ, મનહર, જિગર, મધુબેન (આદિપુર), લતાબેન હરેશ સિંધલ (આસંબિયા), રમીલાબેન, આશાબેન જિતેન્દ્ર ભટ્ટી (ભદ્રેશ્વર), ઇલાબેન અજય ડુડિયા (ભુજ), જ્યોતિ મહેશ સોઢા (ભચાઉ)ના કાકા, પ્રતાપ, જિતેન્દ્ર, પાર્વતી ધીરજ ડાભી (વાઢિયા), મનીષાબેન દિનેશ સોલંકી (આદિપુર)ના મોટાબાપુ, સ્વ. ગગુભાઇ, સ્વ. પ્રાગજીભાઇ, સ્વ. ગોપાલજીના ભત્રીજા, ગં.સ્વ. વસંતબેન, ગં.સ્વ. મંજુલાબેનના દિયર, આશાભાઇ ચાવડા (વિરાણિયા)ના જમાઇ તા. 29-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-8-2026ના સોમવારે સાંજે 4થી 5 રજપૂત સમાજવાડી, ભદ્રેશ્વર ખાતે.

મોટી ભુજપુર (તા. મુંદરા) : મૂળ લુણીના ગં.સ્વ. બચુબેન (ઉ.વ. 75) તે સ્વ. નરશીગિરિ મુલગિરિ ગોસ્વામીના પત્ની, સ્વ. વનિતાબેન, પ્રતિમાબેનના માતા, હીરાગિરિ વલ્લમગિરિ (ભુજ), રમેશગિરિ વેલગિરિ (ભુજપુર)ના સાસુ, સ્વ. લધુગિરિ મુલગિરિ, મોહનગિરિ માધવગિરિ (લુણી)ના ભાભી, સ્વ. જેઠીગિરિ પ્રેમગિરિ (ભુજપુર)ના પુત્રી, સ્વ. હિંમતગિરિ, ચંચળબેન (જામનગર), કાંતિગિરિના બહેન, મેહુલ, ધારા કમલેશગિરિ (ભુજ), દીપાલી નીતિનગિરિ (ભુજ), અવની કેયુન (વડોદરા), શિવમગિરિ, શુભમગિરિના નાની, નયના મેહુલગિરિ, જાગૃતિ શિવમગિરિ, પાયલ શુભમગિરિના નાનીસાસુ, કમલેશગિરિ, અનિલગિરિ, ગવરીગિરિ, અરાવિંદગિરિ, અમિતગિરિ, અલ્પાબેન, રીટાબેન, પ્રવીણાબેન, હસ્મિતાબેનના ફઈ તા. 28-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા 31-8-2026ના સાંજે 4થી 5 ચારણ સમાજવાડી, મોટી ભુજપુર, મુંદરા ખાતે. બારસવિધિ રાખેલ નથી. લૌકિક વ્યવહાર સોમવાર સુધી જ.

વિથોણ (તા. નખત્રાણા) : લાલજીભાઇ કરમશીભાઇ ખેતાણી (ઉ.વ. 78) તે ગં.સ્વ. હીરાબેનના પતિ, જગદીશભાઇ (નાગપુર), જયાબેન રૂડાણી (ગાંધીનગર), પ્રેમિલાબેન ભગત (નાગપુર), મમતાબેન ખીમાણી (બાલાઘાટ)ના પિતા, શામજીભાઇ, પચાણભાઇ, મગનભાઇ, સ્વ. શાંતિભાઇ (નાગપુર), સ્વ. રામાબેન રૂડાણી (રાયપુર), ચંપાબેન રૂડાણી (રાંચી)ના મોટા ભાઇ તા. 29-8-2026ના નાગપુર ખાતે અવસાન પામ્યા છે. બેસણું તા. 1-9-2026ના મંગળવારે સવારે 8.30થી 11 વિનોદભાઇ ભીમજી ખેતાણીના નિવાસસ્થાન ઉપાસના વિદ્યાલયની બાજુમાં, માનાણી શેરી, વિથોણ ખાતે.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : કડવા પાટીદાર રતનબેન વેલજીભાઇ કાનાણી (ઉ.વ. 75) તે વેલજીભાઇના પત્ની, જીવરાજ (બચુભાઇ) શિવજી કાનાણીના પુત્રવધૂ, પ્રભાબેન, રાજલબેન (બંને નખત્રાણા), જયેશભાઇ (નગરપાલિકા કાઉન્સિલર)ના માતા, કર્તવ્યના દાદી, જેન્તીભાઇ (નરોડા), ચંદુભાઇ (વિરાણી), હીરાભાઇ (કઠલાલ), જગદીશભાઇ (વિરાણી), દેવકીબેન (નખત્રાણા), મોંઘીબેન (નખત્રાણા), ગૌરીબેન (કોટડા-જ.), પ્રેમિલાબેન (બેંગ્લોર)ના ભાભી, સ્વ. શિવદાસભાઇ (નાગપુર), નાનજીભાઇ (નવસારી), સ્વ. સવિરાબેન (વડોદરા), સ્વ. કંકુબેન (ગુમલારાંચી), સ્વ. પરમાબેન (નેલોર ચેન્નાઇ), જાનીબેન (કોટડા-જ.)ના મોટા ભાઇના પુત્રવધૂ, રાજેશ, સુનીલ, નરેશ, પરેશ, જિતેન્દ્ર, નકુલ, ભાવિકના મોટીમા, રામબેન કાનજી રાજાણી (નખત્રાણા)ના પુત્રી તા. 30-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી/બેસણું તા. 31-8-2026ના સોમવારે સવારે 8.30થી 10.30, બપોરે 3થી 5 નિવાસસ્થાન વી.એલ. નગર, કોટડા-જડોદર રોડ ખાતે.

આધોઇ (તા. ભચાઉ) : કનૈયાલાલ (ઉ.વ. 76) (પૂર્વ સરપંચ આધોઇ) તે પાલીબેન અને નેણશીભાઇ મેપાભાઇ બોરીચાના પુત્ર, સ્વ. ચીમનલાલ, અમૃતલાલ, રમેશ, ગુણવંતીબેન, કુંવરબેન, નિમુબેનના ભાઇ તા. 19-8-2026ના વલસાડ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-8-2026ના બપોરે 3થી 6 રવેચી ઇન્ડસ્ટ્રીઝ કનુભાઇના કારખાને, ઉદેપુર, આધોઇ ખાતે.

સેલારી (તા. રાપર) : મોંઘીબેન મોહનલાલ ત્રિવેદી (ઉ.વ. 67) તે સ્વ. વૈકુંઠરામ (મૂળ ફતેગઢ)ના પુત્રીસ્વ. જીવરામ, સ્વ. પરસોત્તમનટવરલાલ, જેસુખના માતા, શ્રીપાલ, અનિલ, વિષ્ણુના મોટીમા, કાજલ, અંકિત, પ્રિન્સી, મૈત્રી, દક્ષના દાદી તા. 30-8-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 31-8-2026ના સોમવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન  સેલારીથી  નીકળશે.

મોટા આસંબિયાના સંગીતાબેન છેડા (ઉં. 61)  તે સ્વ. વેજબાઈ વરજાંગ વેલજી છેડાના પુત્રવધૂ. સ્વ. ગુલાબના પત્ની. ભાવિકા, મોનિકા, ગૌરવના માતા. સ્વ. પુષ્પાબેન વેલજી નારાયણ પરમારના પુત્રી. સ્વ. વિનોદ, પ્રવિણ, સ્વ. પ્રકાશના બહેન અવસાન પામ્યાં છે. 

સાભરાઈના તલકશી ગડા (ઉં. 84)  તે પુરબાઈ પાસુ ગડાના પુત્ર. વિજ્યાબેનના પતિ. જયશ્રી, કિરણ, હરેશ, વિપુલના પિતા. ગુણવંતી, મધુ, જવેર, મહેન્દ્ર, નવિન, નીરંજના, રેખા, યતીનના ભાઈ. પુરબાઈ શામજી ગાલાના જમાઈ અવસાન પામ્યાં છે. 

મોટી ઉનડોઠના ઉમરશી ગાલા (ઉં. 80)  તે સ્વ. મુલબાઈ હેમરાજ ગાલાના પુત્ર. લીલાવંતીબેનના પતિ. કીરણ, લતા, કાજલના પિતા. પદ્ધીબાઈ નેણશીના જમાઈ અવસાન પામ્યાં છે. 

બિદડાના રતનબેન ફુરિયા (ઉં. 87)  તે રાજબાઈ આસુ ઉમરશીના પુત્રવધૂ. રામજીભાઈના પત્ની. પ્રકાશ, દિલીપ, વિપુલના માતા. મઠાંબેન લખમશી ઘેલાના પુત્રી. નાગજી, હીરજી, મુલબાઈ શામજી, વિમળા પ્રેમજીના બેન અવસાન પામ્યાં છે. 

નરેડીના રતનબેન નાગડા (ઉં. 92)   તે વાલબાઈ મુરજીના પુત્રવધૂ. સ્વ. કુંવરજી (કાકુભાઈ)ના પત્ની. ઝવેર, લીના, અરૂણા, રશ્મી, કિશોરના માતા. વાલબાઈ તેજશી કોરશીના પુત્રી. કુંવરજી, પ્રેમજી, દામજી, મુરજી, મેઘજી, વેલબાઈના બેન અવસાન પામ્યાં છે.

(સૌ. : કવીઓ જૈન ખબરપત્રિકા)

Panchang

dd