• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

અમેરિકી ઓપનમાં રાયબકિના ચેમ્પિયન

ન્યૂયોર્ક, તા. 13 : યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં આર્યના સબાલેન્કાએ ખિતાબની હેટ્રિક લગાવવાની પણ તક ગુમાવી દીધી. સળંગ બે વર્ષ ખિતાબ જીત્યા બાદ તેને ફાઇનલમાં એલેના રાયબાકીના સામે હારનો સામનો કરવો પડયો હતો. આ હારના ગુસ્સામાં સબાલેન્કાએ કોર્ટ પર પોતાનો કાબૂ ગુમાવી દીધો હતો. સબાલેન્કાએ ગુસ્સામાં બોલને પ્રેક્ષકો તરફ જોરથી ફેંક્યો હતો. ખુદ પર ગુસ્સો કરીને રેકેટ જમીન પર પછાડયું અને મેચ પૂરી થયા બાદ બીજા રેકેટને સંપૂર્ણપણે તોડી નાખ્યું હતું. વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં સબાલેન્કાને એલેના રાયબાકીના સામે 6-4, 5-7, 6-2થી હારનો સામનો કરવો પડયો હતો. આ સાથે જ સળંગ ત્રણ વખત યુએસ ઓપન જીતનારી ત્રીજી મહિલા ખેલાડી બનવાનું તેનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. આ મેચ બે કલાક અને 21 મિનિટ સુધી ચાલી હતી. યુએસ ઓપનમાં સળંગ ચોથી વખત ફાઇનલ રમતા સબાલેન્કાએ 35 'અનફોર્સ્ડ એરર' કરી હતી. તેની આ ભૂલો તેને ભારે પડી હતી. મેચ બાદ વાત કરતા દુનિયાની પૂર્વ નંબર વન ખેલાડી આર્યના સબાલેન્કાએ કહ્યું, `હું મારો બધો ગુસ્સો અને નિરાશા કોર્ટ પર જ કાઢવા માંગતી હતી. ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં હારવા પર અને સળંગ ત્રીજી વખત ખિતાબ જીતવામાં નિષ્ફળ રહેવા પર પોતાની ભાવનાઓ પર કાબૂ રાખવો ઘણો મુશ્કેલ હોય છે.' સબાલેન્કાએ કહ્યું કે, જો તેણે પોતાની નિરાશા વ્યક્ત ન કરી હોત તો કદાચ તેનું વર્તન સારું ન હોત. ઇનામ વિતરણ સમારંભની થોડી જ મિનિટો બાદ બેલારુસની 28 વર્ષીય ખેલાડી સબાલેન્કાએ રાયબાકીનાનાં વખાણ કર્યા, આ સાથે જ અપેક્ષાઓ પર ખરી ન ઉતરવા બદલ પોતાની જાતને પણ કોસી હતી. તેણે કહ્યું, કાશ હું થોડું વધુ સારું પ્રદર્શન કરી શકી હોત. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd