ગાંધીધામ, તા. 29 : શહેરમાં બે જુદી-જુદી જગ્યાએ
આંકડાનો જુગાર લેતા બે પન્ટરને પોલીસે પકડી પાડી કુલ રોકડ રૂા. 990 જપ્ત કર્યા હતા, પરંતુ આ બંને બનાવમાં ઉપર આંકડો કોને લખાવાતો
હતો તે બહાર આવ્યું નથી. શહેરમાં શનિવારે બજાર મેદાનની દીવાલ ઉપર બેસી લોકો પાસેથી
આંકડો લેનાર કિરણકુમાર જયંતી પટેલ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. તેની પાસેથી
રોકડ રૂા. 520 તથા શ્રીદેવી
ટાઇમ્સ બજાર, કલ્યાણ બજાર લખેલા કાગળના
પાંચ ટુકડા જપ્ત કરાયા હતા તેમજ જી.આઇ.ડી.સી.માં શક્તિ કેન્ટીન સામેથી પ્રકાશ ડાયાલાલ
મહેશ્વરીની અટક કરી તેની પાસેથી રોકડ રૂા. 470 અને શ્રીદેવી બજાર તથા કલ્યાણ બજારના વરલી મટકાના આંકડા લખેલા
કાગળના ચાર ટુકડા પોલીસે જપ્ત કર્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે, આ શખ્સો ઉપર આંકડા કોને આપતા હતા તેનું નામ
જાહેર થયું નથી. જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.