ટોક્યો, તા. 28 : જાપાનના દક્ષિણી વિસ્તાર કુમામોતો
પ્રાંતમાં મંગળવારે 7.1ની તીવ્રતાનો
શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના પગલે
કાશિમા શહેરમાં એક શાપિંગ મોલનો બીજો માળ ધરાશાયી થયો હતો, જેના
કાટમાળ નીચે 50થી વધુ લોકો
ફસાયા હોવાની આશંકા છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે, તો અનેક સ્થળે ઈમારતો
ધરાશાયી થવા સાથે મોટા પાયે નુકસાન થયું છે. એક મીડિયા હેવાલ મુજબ, જાપાનના હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આ કંપનથી પ્રભાવિત
ક્ષેત્રોમાં ભારે હલચલ જોવા મળી હતી. ભૂકંપ બાદ સ્થિતિની ગંભીરતા જોતાં એક મીટર સુધી
સુનામીની ચેતવણી જારી કરાઈ છે. તે ઉપરાંત અનેક પ્રાંતોમાં સામાન્ય જનતાને સતર્ક કરવા
હેતુ આપાતકાલીન ચેતવણી પણ ઘોષિત કરાઈ હતી. અનેક રસ્તાઓ અને પુલોમાં તિરાડો,
ઈમારતોમાં આગ અને અન્ય પ્રકારના નુકસાન જોવા મળી રહ્યા છે. સરકારે રાહત
અને બચાવ કામગીરી તેજ બનાવી છે, જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં
નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે. ભૂકંપના કેન્દ્રાબિંદુ નજીક અનેક ઈમારતો ધરાશાયી
થયેલી જોવા મળી હતી. ઉકી સિટી ફાયર વિભાગે જણાવ્યું હતું કે, શહેરના વિવિધ સ્થળોએ આગ લાગવાને કારણે તેમને મોટી સંખ્યામાં ઈમરજન્સી કોલ્સ
મળ્યા હતા. એનએચકેના જણાવ્યા અનુસાર, યાત્સુશિરોમાં ક્યુશુ એક્સપ્રેસ
વે પર આવેલા હાઈવે ઓવરપાસને ભારે નુકસાન થયું હતું અને તે જ શહેરમાં એક પુલનો રાહદારીઓ
માટેનો ભાગ ધરાશાયી થયો હતો.