અંજાર, તા. 29 : કચ્છના અગ્રણી નેતા અને ભારતીય
જનતા પાર્ટીના રાષ્ટ્રીય સદસ્ય અને ગુજરાત સરકારના પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ ગોપાલભાઈ
આહીરના 69મા જન્મ દિવસ નિમિત્તે આજે કચ્છ-સૌરાષ્ટ્ર સહિતનાં સ્થળે વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાશે. આ ઉજવણી અંગે માહિતી આપતા કચ્છ-સૌરાષ્ટ્ર પી.જી.વી.સી.એલ.
કોન્ટ્રાક્ટર એસોસીએશનના પ્રમુખ ગોપાલભાઇ માતાએ
જણાવ્યું હતું કે, કચ્છહિત માટે હરહંમેશ અગ્રેસર રહેનારા પૂર્વ રાજ્યમંત્રીના જન્મદિવસના
ઉપલક્ષમાં અંજાર મોડેલ સ્કૂલમાં, અહલ્યા કન્યા છાત્રાલયમાં તેમજ ભુજોડી
આહીર ક્ન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીઓને તેમજ ભુજમાં જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવાશે, અંજાર, ભુજ, ગાંધીધામ, આદિપુર,
ભચાઉ સહિતની હોસ્પિટલોમાં ફ્રૂટ અને દવાઓનું વિતરણ કરાશે. અંજાર ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં મીઠાઇ, કપડાં, રમકડાંનું વિતરણ કરવામાં આવશે, અમરેલી, મહુવા અને ભાવનગરમાં બ્લડ ડોનેશન કેમ્પ,
માનસિક રીતે અસ્થિર લોકોની જઠરાગીની ઠારવામાં આવશે. આ ઉપરાંત અંજાર મંદિરોમાં
વિશેષ પૂજા-આરતીનું આયોજન કરાયું છે. વધુમાં છેલ્લા સાત વર્ષ કરતા વધુ સમયથી ગાંધીધામમાં
આર્ય સમાજ સંચાલિત જીવન પ્રભાત સંસ્થામાં પૂજા-હવન યોજાશે લોકસેવા-સમાજસેવાને જીવનધર્મ
બનાવી, જનકલ્યાણનાં કાર્યો દ્વારા સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત
કરનારા અંજાર અને ભુજના પૂર્વ ધારાસભ્ય શ્રી આહીરના જન્મદિવસ નિમિત્તે આયાજિત કાર્યક્રમને સફળ બનાવવા માટે પરિવારના
ત્રિકમભાઇ આહીર, રણછોડભાઇ આહીર, નવઘણભાઇ આહીર, હર્ષભાઇ આહીર વગેરે સહકાર આપશે તેવુ એક
યાદીમાં જણાવવામાં આવ્યું છે.