ગાંધીધામ, તા. 29 : ભચાઉના આધોઇમાં જાહેરમાં જુગાર
રમતા ત્રણ શખ્સને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 4070 જપ્ત કર્યા હતા. આધોઇ જૂનાગામમાં ગાયત્રી મંદિર પાછળ બાવળની
આડમાં અમુક શખ્સો ગંજીપાના વડે જુગાર રમી પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા, તેવામાં મળેલી પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં
પહોંચી હતી અને અહીંથી પ્રદીપ ભાણજી ડુંગરાણી (કોળી), દિલીપ રામજી
સંઘાર તથા રમેશ હરિ રાકાણી (કોળી)ને ઝડપી પાડયા હતા, જાહેરમાં
પત્તા ટીંચતા પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 4010 હસ્તગત કરાયા હતા.