ભુજ, તા. 29 : ચેક પરત ફરવાના કેસમાં ભુજના
આરોપી લાલજી બચુ બારોટ (પઢિયાર)ને કોર્ટે તકસીરવાન ઠેરવી એક વર્ષની કેસનો સજા ફટકારતો
ચુકાદો આપ્યો છે. ફરિયાદી ભુજના સોલંકી હેમલ નીતિનભાઇ પાસેથી આરોપી લાલજી બચુ બારોટ
(પઢિયાર) (રહે. ગણેશનગર, ભુજ)એ ધંધાકીય
આર્થિક જરૂરિયાત હોતાં રૂા. 1.30 લાખ લીધા હતા. તે લેણા પેટે આપેલો ચેક પરત ફરતાં ફરિયાદ દાખલ
કરાવાઇ હતી. આ કેસમાં બીજા અધિક ચીફ જ્યુ. મેજિ.એ આરોપીને કસૂરવાર ઠેરવી એક વર્ષની
સાદી કેદ તથા વળતર પેટે 1,57,300 ચૂકવવા
અને વળતર ન ચૂકવે તો વધુ છ માસની સાદી કેદનો હુકમ ફરમાવ્યો છે. ફરિયાદી તરફે વકીલ તરીકે
વિવેકસિંહ આર. જાડેજા, ધૈર્ય વી.
ઠક્કર, જયપાલસિંહ પી. જાડેજા, રણજિતસિંહ
એન. સોઢા હાજર રહ્યા હતા.