• ગુરુવાર, 30 જુલાઈ, 2026

ઓગસ્ટથી તેલ, સાબૂ, ટીવી, ફ્રીઝ મોંઘાં

નવી દિલ્હી, તા. 29 : સામાન્ય માણસ માટે મોંઘવારી માથાનો દુ:ખાવો બનતી રહી છે. ઓગસ્ટ મહિનાથી આ દુ:ખાવામાં વધારો થવાનો છે. તેલ, સાબૂ, ટીવી, ફ્રીઝથી માંડીને કાર સહિત વસ્તુઓ મોંઘી થશે. બજારના તજજ્ઞોના જણાવ્યાનુસાર આગામી મહિનાથી મહિનાથી ચા, તેલ, સાબૂ જેવી રોજિંદી જરૂરતની ચીજોના ભાવ છથી આઠ ટકા સુધી વધી શકે છે. રેફ્રિજરેટર, વોશિંગ મશીન અને ટેલિવિઝન જેવી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની કિંમતોમાં પણ ચારથી છ ટકા જેટલો વધારો આવી શકે છે. બીજીતરફ ઓટોમોબાઇલ કંપનીઓએ વાહન નિર્માણ વધેલા ખર્ચનું ભારણ ગ્રાહકો પર નાખવાની તૈયારી કરી લીધી છે. મારુતિ સુઝુકી કંપની ઓગસ્ટથી કારોની કિંમત 30 હજાર રૂપિયા સુધી વધારવા જઇ રહી છે. હોન્ડા કાર્સ અને મર્સિડીઝ બેન્ઝ જેવી કંપનીઓ પણ આગામી સપ્તાહોમાં ભાવવધારો કરશે. અચાનક ભાવવધારા પાછળ ઘરેલુ કરતાં વૈશ્વિક પરિબળો જવાબદાર છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષની અસરથી ક્રૂડતેલ, પામતેલ મોંઘાં થતાં પેકેજિંગ સામગ્રી ઘણી મોંઘી થઇ ગઇ છે. સમુદ્રી માલ પરિવહનનો ખર્ચ વધવા સાથે ડોલર સામે રૂપિયો નબળો રહેતાં ભારતમાં આયાત થતો કાચોમાલ મોંઘો થઇ ચૂક્યો છે. 

Panchang

dd