• સોમવાર, 27 જુલાઈ, 2026

માધાપરની એમ.એસ.વી. હાસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનો આરંભ

માધાપર, તા. 26 : એમ.એસ.વી. હાઈસ્કૂલ માધાપર ખાતે ત્રિ દિવસીય વાર્ષિક રમતોત્સવનું આયોજન કરાયું હતું. મુખ્ય મહેમાન ભારતીય સેના ભુજ ખાતેથી લેફ્ટનન્ટ કર્નલ નૈમિશકુમાર બળવા ઉપસ્થિત રહ્યા હતા. માર્ચપાસ્ટ બાદ નેશનલ ખેલાડીઓ દ્વારા વ્યાયામ જ્યોતનું આગમન થયું હતું. લેફ્ટનન્ટ કર્નલના હસ્તે રમતોત્સવ ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને જીવનમાં ભણતરની સાથે રમતગમતનું મહત્ત્વ સમજાવાયું હતું. આ પ્રસંગે કરસન બાપા, માધાપર પટેલ જ્ઞાતિ મંડળના પ્રમુખ જયંત માધાપરિયા, શાળા સમિતિના પ્રમુખ અરજણ ભૂડિયા, જ્ઞાતિ મંડળના મંત્રી ભરત ગોરસિયા, શાળા સમિતિના મંત્રી હિરેન વાગડિયા, આશિષ માધાપરિયા, નીલેશ ડબાસિયા, ડી.એસ.ડી.ઓ. જ્યોતિબેન ઠાકુર, જિલ્લા રમતગમત અધિકારી મુકેશભાઈ ઘોયા, ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટ્સ સ્કૂલના કોચ, ટ્રેનર ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત શાળાના આચાર્ય મહેશ ઝાલાએ કર્યું હતું.  રૂપરેખા ડી. એલ. ડાકી, અને આભારદર્શન ડો. આર. ડી. ઝાલાએ કર્યું હતું. સંચાલન શિક્ષક પંકજ દહીંસરિયાએ કર્યું હતું. ત્રણ દિવસ ચાલનારા આ રમતોત્સવમાં ચાર હાઉસમાં વહેંચાયેલા વિદ્યાર્થીઓ જુદી જુદી સ્પર્ધા રમ્યા હતા. 

Panchang

dd