ભુજ, તા. 23 : ભુજમાં યોજાયેલી અખિલ કચ્છ
નોડે સમાજ દ્વારા કચ્છની આઠ ટીમ વચ્ચે ડે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન મિરજાપર ગ્રાઉન્ડમાં
કરાયું હતું, જેમાં આરોન ઈલેવન વિજેતા થઈ હતી.
રનર્સઅપ ટીમ નાગોર રહી હતી. કિશોરદાન ગઢવી, સૈયદ અશરફ શા બાવા, ઈમરાન નોડે, અનવર નોડે
હયાત, મૌસીન હિન્ગોરજા, ગનીભાઈ મારા, અગ્રણી અનવર સમેજા, આસિફ સમેજા, ઈરફાન લોહાર દ્વારા
વિજેતા ટીમને ટ્રોફી અપાઈ હતી. અબ્બાસભાઈ, અસરફભાઈ, સબીરભાઈ તથા અન્ય ફરીદ માંજોઠી,
ઈમ્તિયાઝ માંજોઠી, જુમ્મા નોડે, આગેવાનો હાજર રહ્યા હતા. વ્યવસ્થા અઝીમ નોડે, સિકંદર
નોડે, ઈલિયાસ નોડે સાજીદ નોડે, સલમાન નોડે,
અસલમ નોડે તેમજ મીરજાપર ગામના યુવાનોએ સંભાળી હતી. આભારવિધિ અનવર નોડેએ કરી હતી.