આદિપુર, તા. 23 : આડેસરમાં નશીલા પદાર્થ સાથે
ઝડપાયેલા આરોપીને મદદગારી કરનારા આરોપીની જામીન
અરજી ગાંધીધામ કોર્ટે મંજૂર કરી હતી. આ કેસની વિગતો મુજબ પોલીસે આરોપી ગુરવિંદર સિંહ
નિર્ભયસિંઘ ઢિલોનને 19 લાખના હેરોઈનના
જથ્થા સાથે પોલીસે ઝડપી પાડયો હતો. આરોપી પ્યારેસિંગ
સરબજીતસિંહ ઢિલોને આરોપીને રોજના એક-એક ગ્રામ હેરોઈનના બદલામાં માદક પદાર્થ
હોટેલમાં છૂટક વેચાણ માટે હોટલમાં રહેવામાં મદદગારી કરી હતી અને પોલીસે મદદગારની
ધરપકડ કરી હતી. આરોપી પ્યારેસિંગે ગાંધીધામની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. બંને પક્ષની દલીલો સાંભળી આરોપીની જામીન અરજી અધિક સેસન્સ જજ એલ.ડી. વાઘે મંજૂરી કરી હતી. આ કેસમાં
આરોપી તરફે એડવોકેટ આર.ટી. લાલચંદાણીએ હાજર
રહી દલીલો કરી હતી.