• શનિવાર, 23 મે, 2026

રોનાલ્ડોનો ઈંતઝાર ખતમ : સાઉદી પ્રો લીગમાં અલ-નાસર ક્લબ ચેમ્પિયન

રિયાદ, તા. 22 : ક્રિસ્ટીયાનો રોનાલ્ડોનો ત્રણ વર્ષનો ઈંતઝાર ખતમ થયો છે. સાઉદી અરબ પ્રો લીગમાં રોનાલ્ડોની ટીમ અલ-નાસર ચેમ્પિયન બની છે. આ કલબ સાથે જોડાયા બાદ રોનાલ્ડોની આ પહેલી ટ્રોફી છે. જે હાંસલ કર્યાં પછી તે ધ્રુસકે ધ્રુસકે રડી પડયો હતો. ફાઇનલ મુકાબલામાં ડામૈક કલબ વિરૂધ્ધ અલ-નાસરનો 4-1 ગોલથી શાનદાર વિજય થયો હતો. રોનાલ્ડોએ બીજા હાફમાં બે ગોલ કરીને તેની ટીમ અલ-નાસરની જીત નિશ્ચિત કરી દીધી હતી. ચેમ્પિયન થયા બાદ રોનાલ્ડોએ રડી પડયો હતો, ડ્રમ વગાડયું હતું અને માથા પર કપડું બાંધી ટ્રોફી લેવા પોડિયમ પર આવ્યો હતો. જેના વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. સાઉદ અરબ પ્રો લીગ જીતીને રોનાલ્ડોએ અલગ અલગ પાંચ દેશની ઘરેલૂ લીગની ટ્રોફી કબજે કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. 41 વર્ષીય રોનાલ્ડો હવે ફીફા વર્લ્ડ કપમાં તેના દેશ પોર્ટૂગલ તરફથી ઉતરશે. 

Panchang

dd