બીજિંગ, તા. 23 : ચીનના શાંકસો પ્રાંતમાં કોલસાની
એક ખાણમાં ભીષણ વિસ્ફોટ થતાં કમસે કમ 90 લોકોનાં મોત થયાં હતાં. આ ચીનમાં છેલ્લાં 10 વર્ષની સૌથી મોટી ખાણ દુર્ઘટના
લેખાવાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કરતાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને
સ્વજનો ખોનાર પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. સૌ મૃતકોને મોદીએ અંજલિ
આપી હતી. સરકારી સમાચાર એજન્સી ઝિન્હુઆના અહેવાલ અનુસાર, દુર્ઘટના પહેલાં ખાણમાં કાર્બન
મોનોકસાઈડ એલર્ટ જારી કરાયું હતું. રાષ્ટ્રપતિ શી જિનપિંગે લાપતા લોકોને શોધવા, બચાવ-રાહત
કાર્ય ગતિભેર કરવા નિર્દેશ સાથે જણાવ્યું હતું કે, જવાબદારોને સજા કરાશે. જે સમયે ખતરનાક
ધડાકો થયો તે વખતે કોલસા ખાણમાં 247 મજૂર કામ
કરી રહ્યા હતા. હજુ મરણ આંક વધવાની ભીતિ વ્યકત કરાઈ હતી.