• રવિવાર, 24 મે, 2026

અપહરણ-દુષ્કર્મની ફરિયાદ નોંધાતાં જ આરોપી જબ્બે

ભુજ, તા. 23 : આજે મુંદરા મરીન પોલીસ મથકે ભદ્રેશ્વર ગામમાં બનેલા અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ દાખલ થતાં જ આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. આ અંગે મુંદરા મરીન પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ભદ્રેશ્વર ગામે અપહરણ અને દુષ્કર્મનો ગુનો દાખલ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાનાં પગલે પીઆઈ ડી.એમ. ઝાલાનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વાય.કે. પરમાર તથા પોલીસ કર્મચારી-હે.કો. પ્રકાશભાઈ વજીર, રમેશભાઈ રબારી, હરિભાઈ ગઢવી દ્વારા આ કામના આરોપી મુબારક આમદ હાલેપોત્રા (રહે. સાડઈ, તા. ભુજ)ને ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવાયો હતો. 

Panchang

dd