• રવિવાર, 24 મે, 2026

અંજાર શેખટીંબા વિસ્તારમાંથી 2.50 લાખના ગાંજાનો જથ્થો જપ્ત

ગાંધીધામ, તા. 23 : અંજાર પોલીસે નો ડગ્સ ઝુંબેશ તળે શેખટીંબા વિસ્તારમાંથી  2.50 લાખની કિંમતનો માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડયો હતો. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ થઈ હતી.શહેરના ગરાસિયા ફળિયા વિસ્તારમાં આરોપી  મોહમદ ઉર્ફે પોપટ અબ્દુલ કકલ અને રિયાઝ અબ્દુલ કકલ પોતાના કબજાના મકાનમાં માદક પદાર્થ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો રાખીને  વેચાણ કરતા  હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડયો હતો. છાનબીન  દરમ્યાન પોલીસે માદક પદાર્થ ગાંજાનો  પાંચ કિલો મળી આવ્યો હતો, જેની કિંમત રૂા. 2.50 લાખ આંકવામાં આવી હતી. આ કાર્યવાહીમાં આરોપી મહોમદ ઉર્ફે પોપટ અબ્દુલ કકલની  ધરપકડ થઈ હતી. પકડાયેલા આરોપીની  યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ દરમ્યાન  માદક પદાર્થનો જથ્થો આરોપી રિયાઝ અબ્દુલ કકલ વેચાણ  કરવા માટે લાવ્યો  હોવાની કેફિયત આપી હતી. બંને આરોપીએ ગ્રાહકોને છૂટકમાં  માદક પદાર્થ વેચાણ કરવા લાગ્યા હોવાનું પોલીસે ઉમેર્યું હતું. આ ગુનામાં અન્ય કોઈ  આરોપી સામેલ છે કે કેમ સહિતની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી નાસતા-ફરતા આરોપી રિયાઝને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે વધુ તપાસ પી.એસ.આઈ. સી.એસ.ગઢવી ચલાવી રહ્યા હતા. 

Panchang

dd