• રવિવાર, 24 મે, 2026

બાયોઇથેનોલથી વાહન ચલાવો; માત્ર 25 રૂપિયે લિટર : ગડકરી

નાગપુર, તા. 23 : પેટ્રોલ-ડીઝલ ભાવમાં ભડકા વચ્ચે દેશના મંત્રી નીતિન ગડકરીએ મહત્ત્વની વાતો કરતાં કહ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલથી પ્રદૂષણ વધી રહ્યું છે, ત્યારે ઇથેનોલ શ્રેષ્ઠ વિકલ્પ છે. બાયોઇથેનોલથી ચલાવો તો વાહનમાં આ ઇંધણનો અસલ ખર્ચ માત્ર 25 રૂપિયા પ્રતિ લિટર આવે છે. મારી કાર 100 ટકા બાયોઇથોનોલથી ચાલે છે, ઇથોનોલની કિંમત આજે 65  રૂપિયા પ્રતિ લિટર છે. આ કાર ચાલતી વખતે 60 ટકા વીજળી પણ બનાવી આપે છે, તેવું ગડકરીએ જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ જાણવા જેવી વાત કરતાં કહ્યું હતું કે, આ વખતે પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હીમાં એક કાર્યક્રમ થશે, જેમાં મારુતિ સુઝુકી 100 ટકા ઇથેનોલથી ચાલી શકે તેવી કાર લોંચ કરશે. અત્યારે ટોયોટા, ટાટા, મહિન્દ્રા સહિત 12 કંપનીએ આવાં વાહન બજારમાં ઉતાર્યાં છે. ગડકરીએ લોકોને પેટ્રોલ, ડીઝલનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરી, અત્યારે ઈલેકટ્રીક વાહનોનો ઉપયોગ વધારવાની અપીલ કરી હતી. 

Panchang

dd