શ્રીનગર, તા. 23 : અમરનાથ યાત્રા શરૂ થવાથી
પહેલાં શનિવારે બરફનાં બનેલાં શિવલિંગ `બાબા બર્ફાની'ની પહેલી તસવીરો સામે આવી છે, જેમાં દેખાય છે કે,
છથી સાત ફૂટનું શિવલિંગ આકાર લઈ ચૂક્યું છે. સુરક્ષા માટે તૈનાત સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના
જવાનોએ સૌથી પહેલાં બાબા બર્ફાનીનાં દર્શન કર્યાં હતાં.અમરનાથ યાત્રા ત્રીજી જુલાઈથી
શરૂ થશે અને નવમી ઓગસ્ટ સુધી ચાલશે. અત્યાર સુધી 3.6 લાખથી વધુ યાત્રીઓ નોંધણી કરાવી ચૂક્યા છે. યાત્રાના માર્ગ પર હજુ પણ ઘણી જગ્યાએ
બરફના થર જામેલા છે. સીમા સડક સંગઠનના જવાનો બરફ હટાવવા, રસ્તા ખોલવાની કવાયત સતત કરી
રહ્યા છે. દરમ્યાન પાંચથી 30 લોકોના જૂથમાં યાત્રા કરનાર
ભક્તોની નેંધણી બંધ કરી દેવાઈ હતી, જો કે એકલા અથવા નાના જૂથમાં આવતા યાત્રીઓ માટે
સ્લોટ ખાલી રહે ત્યાં સુધી નેંધણી જારી રહેશે.