• રવિવાર, 24 મે, 2026

કોઠારાના બંધ ફાટક પાસે ટ્રકે બે કારને અડફેટે લઈ અકસ્માત સર્જ્યે

ભુજ, તા. 23 : આજે અબડાસા તાલુકાના કોઠારા પાસે રેલ ટ્રેકના બંધ ફાટક પાસે નશામાં ધૂત ટ્રકચાલકે બે કારને અડફેટે લઈ અકસ્માત સર્જ્યે હતો. જો કે, સદનસીબે જાનહાનિ ટળી હતી, પરંતુ બે કારને નુકસાન પહોંચ્યું હતું. આ અકસ્માતના પગલે ટ્રાફિકજામ થયો હતો. આ અકસ્માત અંગે કોઠારાના પ્રતિનિધિએ આપેલી વિગતો મુજબ આજે રેલવે જનરલ મેનેજર ખાસ ટ્રેન મારફત નલિયા ગયા હતા. આથી બપોરે કોઠારા રેલવે ફાટક બંધ હતું. આથી વાહનો ફાટક ખૂલે તેની રાહમાં હતા. દરમ્યાન એક ટ્રકે ફાટક બાજુ નાખી બે કારને અડફેટે લઈ લીધી હતી અને ટ્રક ફાટકમાં જઈ અથડાઈ હતી. આ અકસ્માતના પગલે ટ્રકમાંથી ચાલકને બહાર કાઢતાં તે નશામાં ધૂત હોવાનું સામે આવ્યાનું લોકોએ જણાવ્યું હતું. આ અકસ્માતથી ગાડીમાં રહેલા લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. જો કે, એક-બે લોકોને મૂઢ, ઈજાઓ થઈ હતી. જેને 108 મારફત સારવાર અર્થે ખસેડાયા હતા. કારને નુકસાન પહોંચ્યું હતું. બનાવના પગલે ટ્રાફિકજામ થયો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં કોઠારા અને વરાડિયાના લોકો મદદે પહોંચ્યા હતા. કોઠારા પોલીસને પણ અકસ્માતની વિગતો મળતાં ઘટનાસ્થળે ધસી જઈ ટ્રકચાલકને ઝડપી કાર્યવાહી આદરી છે. 

Panchang

dd