પશ્ચિમ કચ્છ પોલીસવડા વિકાસ
સુંડાની રમતગમત સુવિધાના વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાના પ્રમાણરૂપે પોલીસ પરેડ ગ્રાઉન્ડનું
નવીનીકરણ સાથે શુક્રવારે રાત્રે ઉદ્ઘાટન થયું હતું. સંસદ સભ્ય વિનોદ ચાવડા, ધારાસભ્ય
કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં એસ.પી. કપ નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટના પ્રારંભે ઉત્સાહભર્યો
માહોલ છવાયો હતો. તસવીરમાં એસ.પી. સુંડા સાથે પોલીસ અધિકારી શ્રી ગૌતમ, કચ્છમિત્રના
દીપક માંકડ અને નિખિલ પંડયા, ભાજપ મહામંત્રી શ્રી ખંડોલ, સિનિયર વકીલો ઉપેન્દ્ર ઉપાધ્યાય
અને અવનીશ ઠક્કર, ડીવાયએસપી શ્રી ક્રિશ્ચિયન, ભુજ સિટી પી.આઈ. શ્રી નકુમ વગેરે નજરે
પડે છે.