• રવિવાર, 24 મે, 2026

કચ્છમાં ગરમી વચ્ચે મજૂરોનું સામૂહિક શ્રમદાન

કોટડા ચકાર, તા. 23 : ઉનાળાની કાળઝાળ ગરમી હવે આકરા સ્વરૂપમાં જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં મજૂરો પરિવારનું ગુજરાન ચલાવવા સખત મહેનત કરી રહ્યા છે. ભુજ તેમજ આજુબાજુનાં ગામોમાં ખેતરોમાં ખેતી કરી રહ્યા છે. આ વિસ્તારમાં ગોવાર, જુવાર, કપાસ, મગફળી વિ. પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. બીજીતરફ ફેક્ટરીઓ, જીનિંગ મિલો અને પથ્થરની ખાણોમાં કામ કરતા સ્થાનિક તેમજ પરપ્રાંતિય મજૂરો પણ મહેનત કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં લોકોનું કહેવું છે કે, મજૂરોની મહેનતથી કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્ર ચાલે છે. ઘણા સ્થળોએ મજૂરો લાંબા કલાકો સુધી કામ કરતા હોવા છતાં જરૂરી સુવિધાઓથી વંચિત રહે છે. શ્રમિકો સતત શ્રમ કરીને પરિવારનું જીવન ચલાવી રહ્યા છે. 

Panchang

dd