ભુજ, તા. 23 : નખત્રાણા તાલુકાના રવાપર
ગામે અમુક દિવસો પહેલાં પીજીવીસીએલ દ્વારા વીજચાકિંગ કરવામાં આવ્યું ત્યારે વીજચોરી
પકડાઈ હતી. આ વીજચોરી ફરિયાદીએ પકડાવી હોવાનું મનદુ:ખ રાખી હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદી કાસમ ફકીરમામદ ધુડિયાએ આ મામાલે નખત્રાણા
પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી ઓસમાણ જુમા થેમ અને સાજીદ ઓસમાણ થેમ (રહે. બંને
રવાપર) દ્વારા વીજચોરીમાં પકડાવ્યાની શંકા રાખીને ફરિયાદીને ગત તા. 21/5ના લાકડાંના ધોકા વડે માર
મારી મૂઢ ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નખત્રાણા પોલીસે ગુનો દાખલ
કરી તપાસ હાથ ધરી છે.