ભુજ, તા. 18 : તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં
માર્ગોની બંને બાજુ ઊગી નીકળેલી બાવળની ઝાડીઓ રસ્તા સુધી ફેલાઇ રહી છે. વડવાથી હારૂડી, હાજાપર સહિતના ગામો તરફ જતા માર્ગો પર બાવળની ઝાડીઓનું પ્રમાણ વધતા માર્ગ
સાંકડા બનતા હોવાની સ્થિતિ જોવા મળી રહી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં અવર-જવર માટે ઉપયોગી આ માર્ગો પર બાવળની ઝાડીઓ ફેલાતા સામે આવતા
વહાનોને પસાર થવામાં મુશ્કેલી ઊભી થવાની શક્યતા છે. ઝાડીઓના કારણે સામેથી આવતા વહાનો
દેખાવામાં અવરોધ ઊભો થવાની સમસ્યા થાય છે. માર્ગની બંને બાજુ ઊગી નીકળેલી બાવળની ઝાડીઓની
સમયસર કાપણી અને સફાઇ કરાવવી જરૂરી બની છે. સંબંધિત તંત્ર દ્વારા માર્ગોનું નિરીક્ષણ
કરી રસ્તા પર ફેલાયેલી ઝાડીઓ દૂર કરાય તેવી રજૂઆત કરાઇ હતી.