• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

SOSના અસહાય બાળકો સાથે અમાનુષી કૃત્ય કરનારી `મધર' ઝડપાઈ

ભુજ, તા. 18 : ભુજોડી બ્રિજ પાસેના એસઓએસ ચિલ્ડ્રન વિલેજના અસહાય બાળકોને ઢોરમાર મારી તથા માનવમળ ફેંકવાના ચકચારી અમાનુષી કૃત્યની આરોપી સંસ્થામાં જે-તે સમયે મધર તરીકે ફરજ બજાવતી લતીફા બેગમની માધાપર પોલીસે દિલ્હીથી રાઉન્ડઅપ કરી અટક કરી છે. આ ચકચારી ઘટનાની વિગતો મુજબ થોડા દિવસો પૂર્વે જિલ્લા બાળસુરક્ષા એકમ, કચ્છ-ભુજના જિલ્લા બાળસુરક્ષા અધિકારી વિપુલકુમાર ડોરિયા દ્વારા માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી, જેમાં ભુજોડી ઓવરબ્રિજ નજીકના એસઓએસ ચિલ્ડ્રન વિલેજમાં મે-2026 દરમિયાન સંસ્થામાં મધર તરીકે ફરજ બજાવતા લતીફા બેગમ દ્વારા નાના અને અસહાય બાળકોને નાની-નાની બાબતોમાં અમાનુષી રીતે માર મારવામાં આવતો હતો અને ગંદી ગાળો અપાતી હતી. ક્રૂરતાપૂર્વક માનવમળ બાળકોનાં મોઢાં પર ફેંકી અત્યંત ઘૃણાસ્પદ કૃત્યુ આચર્યું હતું. માધાપર પોલીસે આ ફરિયાદ દાખલ કરી તપાસ પી.આઈ. એ. કે. જાડેજાએ હાથ ધરીને માધાપર પોલીસની ટીમને દિલ્હી મોકલીને આરોપી લતીફા બેગમને ત્યાંથી રાઉન્ડઅપ કરી આજે તેની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd