• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

મેસ્સીનો જાદૂ : 4 મિનિટમાં 2 સોલો ગોલ ફટકાર્યા, ઇન્ટર મિયામીની જીત

નવી દિલ્હી, તા. 18 : વિશ્વ ફૂટબોલના ટોચના ખેલાડી લાયોનેલ મેસ્સીએ ફરી એકવાર પોતાની અસાધારણ પ્રતિભાનો પરિચય આપતાં બીજા હાફમાં બે ટ્રેડમાર્ક સોલો ગોલ નોંધાવી ઇન્ટર મિયામીને એટલાન્ટા યુનાઇટેડ સામે 3-1થી એકતરફી વિજય અપાવ્યો છે. 45મી મિનિટે જર્મન બર્તરામના ગોલથી મિયામીએ લીડ મેળવ્યા બાદ, બીજા હાફમાં મેસ્સીએ માત્ર ચાર મિનિટના ગાળામાં (56મી અને 60મી મિનિટે) બે અદ્ભુત ગોલ કરીને મુકાબલો સંપૂર્ણપણે મિયામીની તરફેણમાં લાવી દીધો હતો. પ્રથમ ગોલમાં મેસ્સીએ પેનલ્ટી એરિયા પાસે એટલાન્ટાના ડિફેન્ડરને થાપ આપી બોલ નેટમાં ધકેલ્યો હતો, જ્યારે બીજા ગોલમાં લુઇસ સુઆરેઝના પાસ પર ડિફેન્ડરને ચકમા આપી ડાબા પગે સચોટ ફિનાશિંગ કર્યું હતું. એટલાન્ટા તરફથી એકમાત્ર ગોલ ફાફા પિકોલ્ટે પેનલ્ટી દ્વારા કર્યો હતો. આ બેવડા ગોલ સાથે મેસ્સી એમએલએસ સિઝનમાં 25 ગોલ સાથે ગોલ્ડન બૂટની રેસમાં છ ગોલની મજબૂત લીડ મેળવી ચૂક્યો છે. આ ઉપરાંત 15 આસિસ્ટ સાથે તે સંયુક્ત ટોચ પર છે અને એમએલએસ ઇતિહાસમાં સતત ત્રણ સિઝનમાં 15 આસિસ્ટ કરનારો પ્રથમ ખેલાડી બન્યો છે. મેગાવોરની આ સિદ્ધિથી તેની કારકિર્દીના કુલ ગોલ 936 પર પહોંચી ગયો છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd