• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

મોટા દિનારામાં ગૌમાંસ સાથે બે શખ્સ ઝડપાયા

ભુજ, તા. 18 : તાલુકાના સરહદી વિસ્તાર મોટા દિનારામાંથી 20 કિલો જેટલા ગૌમાંસ સાથે બે શખ્સને ખાવડા પોલીસે ઝડપી પાડયા છે, જ્યારે આ કામના અન્ય એકને ઝડપવા ચક્રો ગતિમાન  કર્યાં છે. મોટા દિનારા ગામમાંથી 20 કિલો જેટલા ગૌમાંસ સાથે ગામના અકરમ અબ્દુલરહીમ સમા અને નિજામ સાલે સમાને ખાવડા પોલીસે ઝડપી પાડયા હતા. આ કામના અન્ય આરોપી મોટા દિનારાના સિધિક ભચા સમાનું નામ ખૂલતાં તેને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. ત્રણે વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કામગીરીમાં ઈન્ચાર્જ પીઆઈ એમ. બી. ચાવડા, પીએસઆઈ બી. એ. ડાભી, એએસઆઈ રવજીભાઈ જે. સાંબડ, હે.કો. મહેશભાઈ જે. પરમાર, ભરતભાઈ વી. ચૌધરી, કોન્સ. રઘુવીરસિંહ આઈ. જાડેજા, દિગ્વિજયસિંહ જાડેજા, નારણસંગ ઝાલા, મહિલા કોન્સ. ક્રિષ્નાબેન સોલંકી જોડાયા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd