• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

ક્રૂડતેલ ફરી ક્રૂર : ભાવ 110 ડોલરને પાર

નવી દિલ્હી, તા.18 : રશિયા પાસેથી ઓઈલ ખરીદતા દેશો ઉપર 100 ટકા ટેરિફ ઝીંકવાનાં કાયદામાં ટ્રમ્પે ગુલાંટ મારવા છતાં દુનિયામાં ક્રૂડ ઓઈલનાં ભાવ બેકાબૂ બન્યા છે.  શનિવારે ભારતીય સમયાનુસાર શનિવારે મોડી રાતે ક્રૂડ ઓઈલનાં ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો અને મે માસ બાદ પહેલીવાર બ્રેંટ ક્રૂડ ઓઈલનો ભાવ 110 ડોલર પ્રતિ બેરલ પાર નીકળી ગયો હતો. મધ્યપૂર્વમાં તંગદિલી અને રશિયા-યુકેંન યુદ્ધનાં પગલે દુનિયામાં ઓઈલનો પુરવઠો અસરગ્રસ્ત થવાનો ભય વધ્યો છે અને તેનાં હિસાબે જ ઈંધણનાં ભાવ ઉપર અંકુશ આવી રહ્યો નથી. ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં ક્રૂડ ઓઈલનો ભાવ 70 ટકા વધી ગયો છે. ક્રૂડની કિંમતો વધતા ફરી ભારત સહિતના દેશોમાં ઈંધણના ભાવમાં ઉછાળાન ભીતિ છે. વિશ્વની ભૂરાજકીય અસ્થિરતા અને ડામાડોળ આર્થિક હાલતનાં હિસાબે નજીકનાં ભવિષ્યમાં ઓઈલ પુરવઠો સામાન્ય થવાની આશા નબળી પડી રહી છે. જેનાં કારણે ગત સપ્તાહનાં છેલ્લા કારોબારી દિવસે બ્રેંટ ક્રૂડનાં ભાવમાં 3.7 ટકાની તેજી આવી હતી. બજારમાં ચિંતા વધી રહી છે કે, દુનિયામાં ચાલતી જંગોનાં પરિણામે ઈંધણનો પુરવઠો ખોરવાઈ શકે છે. સાઉદી અરબ ઉપર ઈરાન સમર્થિત હૂથી વિદ્રોહીઓનાં મિસાઈલ અને ડ્રોન હુમલા ચાલી રહ્યાં છે. બીજીબાજુ રશિયા અને યુક્રેન વચ્ચે એકબીજાનાં ઉર્જાનાં ઠેકાણાઓને ઠેકાણે પાડી દેવાનાં પ્રયાસો ચાલી રહ્યાં છે. અમેરિકા અને ઈરાન વચ્ચે પણ સ્થિતિ થાળે પડી રહી નથી. જેનાં હિસાબે દુનિયાનાં ભવાં તણાયાં છે.  બીજીબાજુ અમેરિકામાં સાંસદોએ એક એવું વિધેયક પેશ કર્યુ છે જેનો હેતુ રશિયા પાસેથી ડીઝલ જારી કરાવવાનાં ડોનાલ્ડ ટ્રમ્પનાં સોદાને અટકાવવાનો છે. જેથી રશિયા યુક્રેન સામેનાં યુદ્ધ માટે વધુ નાણા ભંડોળ એકઠું કરી શકે નહીં. જો વિશ્વનાં બજારમાં રશિયાનાં ડીઝલનો પુરવઠો ન આવે તો અન્ય દેશોની રિફાઈનરીની માગ પૂરી કરવા માટે વધુ કાચું તેલ પ્રેસેસ કરવું પડી શકે છે. ટ્રમ્પ દ્વારા રશિયા સાથેનાં સોદામાં આગળ વધવાની અડગતા દેખાડવામાં આવે છે પણ તેનાં ઉપર અનિશ્ચિતતાઓ ઝળુંબી રહી છે. - યુરોપમાં ડિઝલના વાયદા બમણા ભાવે : ક્રૂડ ઓઈલની સાથે તેમાંથી પેદા થતાં ડીઝલ અને પેટ્રોલ સહિતનાં અન્ય ઊર્જા ઉત્પાદનોનાં ભાવમાં પણ હવે તેજ વધારો તોળાઈ રહ્યો છે. યુરોપમાં ડીઝલનાં વાયદા આ વર્ષમાં બમણાં ભાવે પહોંચી ગયા છે. જેનાં હિસાબે હાજર બજારમાં પણ પુરવઠો તૂટવાનાં સંકેતો સાંપડી રહ્યાં છે. બજારની નજર હવે ફારસની ખાડીની હાલત ઉપર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તનાવ વધવાની આશંકા બનેલી છે. જો આ ઘર્ષણ વધતું રહે તો ઓઈલ સપ્લાય વધુ ભીંસમાં આવી શકે છે.  આ સંજોગોમાં ભારતમાં પણ ક્રૂડ ઓઈલનો ભાવ કાબૂમાં ન આવે તો ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમત ઉપર દબાણ વધી શકે છે. ઓઈલ મોંઘુ થવાનાં કારણે સરકારી ઓઈલ કંપનીઓની પડતર વધે તો તેનાં નફા ઉપર અસર થઈ શકે છે. ઘરેલુ પેટ્રોલ-ડીઝલનાં ભાવ ફક્ત આંતરરાષ્ટ્રીય ભાવ ઉપર નિર્ભર રહેતા નથી. આમાં રૂપિયા, ડોલરનાં વિનિમય દર, ટેક્સ, રિફાઈનિંગ પડતર અને ઓઈલ કંપનીઓનાં નિર્ણયો પણ મહત્વની ભૂમિકા નિભાવે છે. તેથી તાત્કાલિક ધોરણે ભારતમાં ભાવ વધી જાય તેવી પણ ધારણા બાંધી લઈ શકાય તેમ નથી.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd