• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

મોટા ભાડિયાની દીકરી ભારતીય કબડ્ડી ટીમમાં પસંદ

મોટા ભાડિયા (તા. માંડવી), તા. 18 : અદમ્ય ઉત્સાહ, સાહસ અને નિષ્ઠાપૂર્વકના કરેલા પ્રયાસો સફળતામાં પરિણમતા હોય છે. આવી જ કામયાબી માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામની દીકરી સભાઇબેન વાછિયાભાઇ ગઢવીએ હાંસલ કરી છે. સભાઇબેનની પસંદગી ભારતીય મહિલા કબડ્ડી ટીમમાં પસંદગી થઇ છે અને તે અમદાવાદમાં દસેક દેશ સાથે રમાનારી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ તરફથી રમશે. સભાઈબેન ભારતની કબડ્ડી ટીમમાં પસંદગી પામનાર ગુજરાતના એકમાત્ર ખેલાડી છે.  પરિવાર, ગામ અને સમાજમાં આનંદની લાગણી છવાઇ ગઇ છે ગુજરાતની આ એક માત્ર ટીમમાં પસંદગી પામી છે. પસદંગી અંગે તેણે જણાવ્યું હતું કે, મોરબીમાં અભ્યાસકાળ દરમ્યાન કબડ્ડીમાં તેમના સારા પરફોર્મન્સને કારણે સ્કૂલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી 2024માં તેમની રાજ્ય લેવલે પસંદગી થઇ હતી ત્યારબાદ રમતમાં સતત સારા પદર્શનને કારણે તેમની ભારતીય મહિલા કબડ્ડી ટીમમાં પસંદગી થઇ છે. આ પસંદગીનો શ્રેય પોતાના માતા પિતા અને કોચ વિજયભાઇ ચૌધરી અને નરશીભાઇ રબારીને આપ્યો હતો. મોટા ભાડિયા ગામમાં વાડી વિસ્તારની પ્રાથમિક શાળા નં. 2માં શિક્ષણ મેળવ્યા બાદનો અભ્યાસક્રમ મોરબીમાં અને  ત્યારબાદ માંડવીમાં આવેલી ગોકુલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ભણેલી આ દીકરીએ આજે સમાજને ગૌરવ અપાવ્યું હોવાનો રાજીપો કોલેજના કૌશિક ગાંધી અને પ્રવીણભાઇ પોપટે વ્યક્ત કર્યો હતો. અમદાવાદમાં વીર સાવરકર સ્ટેડિયમ ખાતે આગામી તા. 23થી 31 સુધી રમાનારી ટૂર્નામેન્ટમાં તેઓ વધુ સફળતા પ્રાપ્ત કરે તેવો આશાવાદ વ્યક્ત કરતા સાથે તેમના ખેડૂત પિતાએ ઉમેર્યું હતું કે, દીકરીની ઇચ્છા દેશ માટે રમવાની છે. અખિલ કચ્છ ચારણ સભાના પ્રમુખ દેવરાજ ગઢવી, માજી પ્રમુખ વિજય ગઢવી, સંસ્થાના મંત્રી ભીમશી બાપા, પત્રકાર કરશન ગઢવી સહિતનાઓએ અભિનંદન પાઠવ્યાં હતાં. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd