માતાના મઢ, તા. 18 : આસો નવરાત્રિના છઠ્ઠા નોરતે
આશાપુરાજીના મુખ્ય મંદિરે માતાના મઢે ખાનગી વાહનો દ્વારા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ
દર્શન કર્યાં હતાં. દરમ્યાન આજે પ્રદેશ ભાજપના મહામંત્રી રત્નાકરજી પહોંચ્યા હતા. સંધ્યા
આરતી બાદ ગુજરાત ભાજપના મહામંત્રી રત્નાકરજીએ માતાજીનાં દર્શન કર્યાં હતાં. દર્શન બાદ
તેમણે રાજાબાવા યોગેન્દ્રસિંહની મુલાકાત લીધી હતી. પ્રવાસમાં તેમની સાથે કચ્છના સાંસદ
વિનોદભાઇ ચાવડા, રાજ્યમંત્રી ત્રિકમભાઇ
છાંગા, જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઇ વરચંદ, ધારાસભ્યો પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી,
ભાજપ પ્રભારી ફલજીભાઇ ચૌધરી, જિલ્લા મહામંત્રી
ધવલ આચાર્ય, હિતેશ ખંડોલ, ભીમજીભાઇ જોધાણી,
પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, સરપંચ
સંગઠનના પ્રમુખ શક્તિસિંહ જાડેજા, લખપત ભાજપ પ્રમુખ ગણપતભાઇ રાજગોર,
રાજુભાઇ સરદાર, નીતિન પટેલ, સુરેન્દ્રસિંહ જાડેજા, મયૂરસિંહ જાડેજા સહિતના કાર્યકરો
ઉપસ્થિત હતા. માતાના મઢ જાગીરના ટ્રસ્ટી વિનોદભાઇ સોલંકીએ શ્રી રત્નાકરજીનું સન્માન
કર્યું હતું. લખપત ભાજપ પરિવારના મહિલા-યુવા સંગઠન સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત
રહી તેમનું સન્માન કરાયું હતું. ગુજરાત વિકાસ બોર્ડ તરફથી થયેલા વિકાસકાર્યો અંગે વિસ્તૃત
ચર્ચા તેમણે અગ્રણીઓ સાથે કરી હતી. મઢના વિકાસની ખૂટતી કડીઓ, વિકાસના નવાં ક્ષેત્રમાં આવરી લેવા સ્થાનિક અગ્રણીઓની સાથે તેમણે વાત કરી હતી.