• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

રતાડિયા : હોટેલમાં પોલીસની ખોટી ઓળખ આપી રોકડ-મોબાઈલની લૂંટ

ભુજ, તા. 18 : મુંદરા તાલુકાના રતાડિયાની સીમમાં હોટલમાં આવી પોલીસની ખોટી ઓળખ આપી ડારા-ડફારા કરી માર મારીને રોકડા રૂા. 20 હજાર તથા ચાર મોબાઈલ એમ કુલ રૂા. 40,000ના મુદ્દામાલની લૂંટ ચલાવાયાની ફરિયાદ નોંધાઈ છે. આજે પ્રાગપર પોલીસ મથકે મૂળ રાજસ્થાનના હાલે રતાડિયાની સીમમાં ન્યૂ બાબા રામદેવ હોટેલમાં રહી ત્યાં સંચાલન કરતા લખમરામ સોનારામ ગોદારા (જાટ)એ નોંધાવેલી ફરિયાદ મુજબ આજે સવારે એક શખ્સ આવ્યો હતો અને કહ્યું કે, તમે ખોટા કામ કરો છો, ફરિયાદીએ ના પાડી હતી, પોતે પોલીસમાં હોદ્દાનું કહી બાદમાં ડારા-ડફારા કરી ઝાપટ મારી અને હોટલ આગળ રાખેલા યુરિયા વેચવાનું અને હોટલમાં તમારે ખોટા ધંધા કરવા છે, તો મને ત્રણ લાખ આપવા પડશે નહીંતર બધાને પોલીસ સ્ટેશને લઈ જાઉં છું. પૈસા ન હોવાનું કહેતાં તેણે કહ્યું, હું રાહુલ ગઢવી પોલીસ બધું જાણું છું. ત્રણ લાખ નહીં તો જેટલા પૈસા હોય તેટલા આપો, કહી ફરિયાદીના ખિસ્સામાંથી રૂા. 20 હજાર હોટલના ભાડાના લૂંટી લીધા હતા. આથી તેની સાથે ઝપાઝપી થઈ. લાકડીઓથી તેણે માર માર્યો હતો. વધુમાં કામદારોના ચાર મોબાઈલ જેની આશરે કિં. રૂા. 20 હજાર પણ લઈ તે સાથે લઈ આવેલ નંબરપ્લેટ વગરની સ્વીફટ ગાડીથી ચાલ્યો ગયો હતો. આ બાદ પ્રાગપર પોલીસને જાણ કરતાં રાહુલ ગઢવી નામનો કોઈ પોલીસ ન હોવાનું જાણવા મળ્યું હતું. આમ આરોપીએ પોતાનું નામ રાહુલ ગઢવી પોલીસ હોવાની ખોટી ઓળખ આપી ડારા-ડફારા કરી માર મારી લૂંટ ચલાવી હોવાની ફરિયાદ પ્રાગપર પોલીસે નોંધી તપાસ હાથ ધરી છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd