• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

ખેલાડીઓ ધ્યેયપ્રાપ્તિ માટે પરિશ્રમ કરે

ભુજ, તા. 18 : ભુજ ખાતે પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયમાં કામધેનુ યુનિવર્સિટી આંતર-મહાવિદ્યાલય કબડ્ડી (ભાઈઓ) તથા ખો-ખો (ભાઈઓ અને બહેનો) સ્પર્ધાઓ યોજાઈ હતી. સમાપન સમારોહમાં ગોપાલ ગોરસિયા, પ્રમુખ કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ, ભુજ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રમતીવીરોને કહ્યું હતું કે, રમતવીરો જીવનમાં એક ધ્યેય રાખે  અને તેની પ્રાપ્તિ માટે પરિશ્રમ કરે એ જરૂરી છે. કામધેનુ યુનિવર્સિટીના ડો. ભાવિક પટેલ, નિયામક, વિદ્યાર્થી કલ્યાણે રમતવીરોની પ્રશંસા કરી હતી. કાર્યક્રમના અધ્યક્ષ અને મહાવિદ્યાલયના આચાર્ય ડો. હિતેશભાઈએ બહોળી સંખ્યામાં ભાગીદારીની પ્રશંસા કરી હતી  ખો-ખો (બહેનો)માં એસએમસી ડેઅરી કોલેજ, આણંદ ટીમ વિજેતા અને માનસિંહભાઈ ઈન્સ્ટિટયૂટ ઓફ ડેરી એન્ડ ફૂડ ટેક્નોલોજી, મહેસાણાની ટીમ ઉપવિજેતા રહી હતી. ખો-ખો (ભાઈઓ) રમતમાં એસએમસી ડેઅરી કોલેજ, આણંદની ટીમ વિજેતા અને પશુચિકિત્સા મહાવિદ્યાલય, નવસારીની ટીમ ઉપવિજેતા (રનર) રહી હતી. કબડ્ડી (ભાઈઓ) રમતમાં પશુચિકિત્સા મહાવિદ્યાલય, જુનાગઢની ટીમ વિજેતા અને એસએમસી ડેઅરી કોલેજ, આનંદની ટીમ ઉપવિજેતા (રનર) રહી હતી. યુનિ.ના વિવિધ પ્રાધ્યાપકો, કચ્છના શિક્ષણવિદો્ અને રમતગમત પ્રેમીઓ ઉપસ્થિત  રહ્યા હતા. ડો. મૈત્રી ભાવસારે સંચાલન અને વિદ્યાર્થી પ્રતિનિધિ પરિષદના અધ્યક્ષ ડો. જે. એચ. ચૌધરીએ આભારવિધિ કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd