ભુજ, તા. 18 : તાલુકાના ચુનડીની સીમમાં પવનચક્કીમાંથી
રૂા. 1,42,500ના વાયરની ચોરી થતાં ફરિયાદ
નોંધાવાઈ છે. આ અંગે ગઈકાલે માનકૂવા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ગત તા. 15/10ના રાતના બેથી ચાર વાગ્યા દરમ્યાન
ચુનડીની સીમમાં આઈનોક્ષ કંપનીની પવનચક્કી ઉપરથી કોપર વાયર આશરે 175 મીટર કિં. રૂા. 52,500 તથા એલ્યુમિનિયમ વાયર આશરે
900 મીટર જેની કિં. રૂા. 90,000 એમ કુલે રૂા. 1,42,500ના વાયરની ચોરી કોઈ અજાણ્યો
ચોર ઈસમ ચોરી ગયો હતો. પોલીસે ચોરીની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.