• શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

કચ્છમાં આઝાદી પર્વ ઉલ્લાસભેર ઊજવાશે

ભુજ, તા. 13 : દેશનો 80મો સ્વાધીનતા દિવસ 15મી ઓગસ્ટ જિલ્લામાં આનંદ ઉલ્લાસપૂર્ણ રીતે મનાવાશે. આ અવસરે ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમ, ગીત-સંગીત, આનંદમેળા, યોગ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

ભુજ : સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાન દ્વારા સવારે 9.30 વાગ્યે સારસ્વત વાડી ખાતે મહાસ્થાનના પ્રમુખ હિમાંશુભાઇ ચબડના હાથે ધ્વજવંદન, વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, બપોરે 3.30 વાગ્યે શહેરના ટાઉનહોલ ખાતે સરસ્વતી સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે.

ઉમા યોગ કેન્દ્ર : દેશભક્તિના ગીત-સંગીત સાથે યોગના વિવિધ આયામો, એરોબિક્સ-ઝૂમ્બા અને યોગા સેલિબ્રેશન સાંજે 4.30થી 6.30 ઉમા યોગ કેન્દ્રના હોલમાં, બેન્કર્સ કોલોની, ગેટ નં. પાંચ, ભુજ ખાતે.

ભુજ તપગચ્છ સંઘમાં `આઝાદીમાં જૈન સ્વતંત્રતા સેનાનીઓ' વિશે માર્મિક પ્રવચન, `આઝાદીમાં જૈન સ્વતંત્રતા સેનાનીઓ' વિષય પર શ્રમણી ગણનાયક જૈનાચાર્ય રશ્મિરત્ન સૂરિશ્વરજી મ.સા.નું પ્રવચન સવારે 7.30 વાગ્યે.

બહુમાળી ભવન પટાંગણમાં સવારે 9.30 કલાકે હિતેન્દ્ર અમીધર ઇન્ન્ચાર્જ સમાજ કલ્યાણ અધિકારીના હાથે ધ્વજવંદન.

જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ દ્વારા સંસ્થાના પ્રમુખ અભિલાષ મહેતાના હાથે ધ્વજવંદન સવારે 9 કલાકે સંસ્થાના કાર્યાલય ખાતે.

વૃક્ષમિત્ર સંગીત સભા : મહાનુભાવોના હાથે ધ્વજવંદન તેમજ દેશભક્તિ ગીતોનો કાર્યક્રમ સવારે 10 વાગ્યે તેમજ સાંજે 5થી 9 વાગ્યા સુધી ડો. શ્યામાપ્રસાદ મુખરજી વૃક્ષમિત્ર ગાર્ડન, પ્રમુખસ્વામી મહારાજ સર્કલ, કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય પાસે, મુંદરા રિલોકેશન, ભુજ ખાતે.

લાયન્સ કલબ ઓફ ભુજ : સવારે 9 કલાકે એલએમએન લાયન્સ હોસ્પિટલ મધ્યે એલએમએન લાયન્સ હોસ્પિટલના ચેરમેન એમએફજે લાયન ડો. ભરત એ.ડી. મહેતાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે તથા 9.30 કલાકે  ઝવેરબેન કાંતિલાલ ઠક્કર લાયન્સ હોસ્પિટલ રોડ મધ્યે લાયન્સ કલબ ઓફ-ભુજના પ્રેસિડેન્ટ લાયન અનુપ કોટકના હાથે ધ્વજવંદન.

પાલારા (તા. ભુજ) : અખિલ કચ્છ સમસ્ત મેઘવંશી ગુર્જર મેઘવાળ સમાજ સૂચિત શૈક્ષણિક અને સામાજિક સંકુલ ખાતે સંસ્થાના પ્રમુખ ધર્મેન્દ્ર આર. ગોહિલના હાથે સવારે 10 વાગ્યે ધ્વજવંદન.

માંડવી : મદીના હોસ્ટેલના પ્રાંગણમાં સંસ્થાના પ્રમુખ હાજી અભુભખર હાજી દાઉદ પઠાણના હાથે સવારે 9.30 વાગ્યે ધ્વજવંદન.

લાયન્સ કલબ ઓફ માધાપર ઓનેસ્ટ : કલાવૃંદ કલબ તથા કરાઓકે ધી મ્યુઝિકલ જર્નીના સંયુક્ત ઉપક્રમે સાંજે 5.45 વાગ્યે દેશભક્તિનાં ગીતોનો કાર્યક્રમ પાટ હનુમાન મંદિર, માધાપર ખાતે.

જૈન આશ્રમ : તા. 15ના 12.15 વાગ્યે દાતા દીપકભાઇ ભેદા-મુંબઇના સહયોગથી ક.જિ.ગ્રા.વિ. સમિતિના પ્રમુખ અરવિંદભાઇ જોશી, કારોબારી સભ્ય દિનેશભાઇ શાહ, લાયજાના કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઇ ગઢવીના હસ્તે માંડવીના જૈન આશ્રમને ગ્રેવી મશીન અને રસોઇના ઉપકરણો ભેટ આપીને 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે.

માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીમાં સવારે 9-30 વાગ્યે, સંસ્થાના મંત્રી અરવિંદભાઇ કે. શાહના હાથે ધ્વજવંદન કરાશે. ચેરમેન કિરણભાઈ સંઘવી, ટ્રસ્ટીઓ, મેમ્બરો, સંસ્થાના ડોક્ટરો તથા દરેક વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહેશે.

ખલ્ફાનભાઇ દામાણી પ્રાથમિક શાળામાં 9 વાગ્યે શિક્ષક સમાજના પ્રમુખ દિલીપભાઇ જૈનના પ્રમુખ પદે, શાળાના પ્રાંગણમાં, શાળાની વિદ્યાર્થિની ઝીન્નત સુલેમાનભાઇ વારાના હાથે ધ્વજવંદન. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ દેશભક્તા ગીતો રજૂ કરાશે તથા ઈનામ વિતરણ.

મુંદરા બારોઈ નગરપાલિકા : દંડક પ્રકાશભાઈ ગોપાલજીભાઈ ઠક્કરના હસ્તે ધ્વજવંદન જવાહરચોક ખાતે વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાશે.

કારાઘોઘા (  તા. મુંદરા ) :  પ્રાથમિક શાળામાં સરપંચ નેહાબેન મુકેશભાઈ શેઠિયાના હસ્તે ધ્વજદંડ કરવામાં આવશે.

બાગ (તા.  માંડવી)  : રામનગર પ્રાથમિક શાળામાં ધ્વજવંદન સાથે રામકૃષ્ણ સેવા મંડળ બિદડા આયોજિત નિ:શુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ. ડો. મનોજ માકાણી અને ટીમ સેવા આપશે એમ શાળા આચાર્ય નિરંજન વ્યાસે જણાવ્યું હતું.

Panchang

dd