ગાંધીધામ, તા. 13 : તાજેતરમાં પશ્ચિમ રેલવેના અધિકારીઓની
બદલીમાં ગાંધીધામ એ.આર.એમની બદલી કરાઈ હતી. વિદાય લેતા એરીયા મેનેજરનો ગાંધીધામ ચેમ્બર
ઓફ કોમર્સ દ્વારા વિદાયમાન સમારોહ તાજેતરમાં યોજાયો હતો. વિવિધ ઔદ્યોગિક સંગઠનોએ તેમના
કાર્યકાળને યાદ કરી કચ્છમાં રેલવેના મહતમ વિકાસ કામો થયા હોવાની લાગણી વ્યકત કરાઈ હતી.
ગાંધીધામ ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે વિદાય લેતા એ.આર.એમ આશિષ ધાનીયાને કાર્યક્ષમ
રેલવે અધિકારી નહી પણ વેપાર ઉદ્યોગ જગતના સહયોગી રહ્યા હોવાનું જણાવ્યું હતું જયારે
પણ કચ્છના વિકાસ, કનેકટીવીટી,
ફ્રેઈટ, પોટ ઍ અને માળખાકીય સબંધીત મુદાઓ રજુ કરાયા
ત્યારે તેમણે હકારાત્મક પ્રતિભાવ અપનાવી ઉકેલલક્ષી કામગીરી કરીહોવાનું ઉમર્યું હતું.
તેમના કાર્યકાળ દરમ્યાન રેલવેએ હાંસલ કરેલી નવી ઉંચાઈઓ આવનારી પેઢી માટે પ્રેરણારૂપ
રહેશે તેવું જણાવ્યું ંહતું. માનદમંત્રી મહેશ તિર્થાણીએ જણાવ્યું હતું કે સરકીર તંત્ર
અને ઉદ્યોગજગત વચ્ચે સંવાદનો સેતુ બાંધી સફળતાપુર્વક જબવાદારી નિભાવી હોવાની લાગણી
વ્યકત કરી હતી. સન્માનનો પ્રત્યુતર આપતા અને રાજકોટ ખાતે સીનીયર ડી.ઓ.એમના પદે મુકાયેલા
આશિષ ધાનીયાએ ગાંધીધામ ખાતેની કારકિર્દીના સાડાત્રણ વર્ષ યાદગાર રહ્યા હોવાનું જણાવ્યું
હતું સામખીયાળીથી ગાંધીધામ, ગાંધીધામથી આદિપુર ચાર લાઈન,
વિદ્યુતીકરણ, ભુજ નલીયા ગેજ પરિવર્તન, ભુજ દિલ્હી, દેશની પ્રથમ નમો ભારત રેપીડ રેલ,
રેકોર્ડ બ્રેક ફ્રેઈટ ગ્રો, આદિપુર ભુજ ડબલ ટ્રેકની
મંજુરી સહીતની વિકાસયાત્રામાં સહભાગી થવાનો મોગદકો મળ્યો હોવાનું કહ્યું હતું. તેમણે
ગાંધીધામ અને સમગ્ર ઉદ્યોગ ગૃહો પ્રત્યે આભારની
લાગણી વ્યકત કરી કચ્છ સાથે ફરીથી કાર્ય કરવા પ્રયત્નશિલ રહેવાની લાગણી વ્યકત કરી હતી.
આ વેળાએ સહમંત્રી જતિન અગ્રવાલ, ખજાનચી કૈલેશ ગોર, પુર્વ પ્રમુખ બચુભાઈ આહીર, મહેશ પુજ, કે.એમ. ઠક્કરઘ, કારોબારી સભ્યો રાકેશ જૈન, હરીશ માહેશ્વરી, નવનીત ગજ્જર, રોમેશ
ચતુરાણી, વિવિધ ઉદ્યોગગૃહના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.