• શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

સ્ટાર્કનો રેકોર્ડ : ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો ડાબોડી બોલર બન્યો

ડાર્વિન, તા.13 : ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે ટેસ્ટ ક્રિકેટમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. તે ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનારો ડાબોડી બોલર બન્યો છે. સ્ટાર્કે બાંગલાદેશ વિરુદ્ધની પ્રથમ ટેસ્ટમાં શાહમાન ઈસ્લામને આઉટ કરી આ રેકોર્ડ પોતાનાં નામે કર્યો છે. સ્ટાર્કે શ્રીલંકાના ડાબોડી સ્પિનર રંગના હેરાથને પાછળ રાખી દીધો છે. હેરાથનાં નામે 433 ટેસ્ટ વિકેટ છે. સ્ટાર્કની હવે 106 ટેસ્ટમાં 434 વિકેટ થઈ છે. આ ઉપરાંત સ્ટાર્કે 434 વિકેટ સાથે ભારતના પૂર્વ મહાન ઓલરાઉન્ડર કપિલ દેવની બરાબરી કરી છે. કપિલે 131 ટેસ્ટમાં 434 વિકેટ ઝડપી હતી. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેના ડાબોડી બોલરોની સૂચિમાં મિચેલ સ્ટાર્ક (434) અને રંગાના હેરાથ (433) પછી ત્રીજા સ્થાને પાકિસ્તાનનો વસીમ અકરમ (414) છે. આ પછી અનુક્રમે ન્યુઝીલેન્ડનો ડેનિયલ વિટ્ટોરી (362),  શ્રીલંકાનો ચામિંડા વાસ (355) અને ભારતનો રવિન્દ્ર જાડેજા (348) છે.

Panchang

dd