• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

શિરાચામાં કપડાં સૂકાવવા જતાં વીજ કરંટ લાગવાથી સગીરનું મોત

ભુજ, તા. 13 : મુંદરા તાલુકાના સિરાચામાં મૂળ ઉત્તરપ્રદેશનો 17 વર્ષીય સગીર યુવરાજ સંતોષ સિસોદિયા કપડાં સૂકાવવાં જતાં વીજળીનો કરંટ લાગતાં તેનું મોત નીપજ્યું હતું. મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાનો સગીર યુવરાજ સિસોદિયા હાલે શિરાચા બાજુ રહે છે. તા. 12/8ના રાતે નવ વાગ્યાના અરસામાં તે કપડાં સૂકવવા જતાં જીવતા વીજતારના સંપર્કમાં આવતાં તેને જોરદાર વીજળીનો કરંટ લાગ્યો હતો. જેના કારણે તેનું મૃત્યુ થયાની વિગતો આજે મુંદરા પોલીસ મથકે જાહેર થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd