• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

ગાંધીધામમાં ગાડીના ચોર ખાનામાં છુપાવેલો 2.88 લાખનો દારૂ જબ્બે

ગાંધીધામ,તા.13: અહીંની બી ડિવિઝન પોલીસ ટીમે શહેરમાં એક ગાડીના ચોરોખાનામાં છુપાવેલ રૂા. 2.88 લાખનો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આ કાર્યવાહીમાં બે આરોપીની ધરપકડ થઈ હતી. રેલવે સ્ટેશન થી ગુડ સાઈડ પુલીયા તરફ સર્વિસ રોડ ઉપર જતા માર્ગ ઉપર વિદેશી દારૂનો જથ્થો ભરેલી ઈનોવા ગાડી જીજે.05.આર.યુ.4955 આવતી હોવાની બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી.પોલીસે આ વાહન રોકાવીને છાનબીન હાથ ધરી હતી. દરમ્યાન ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની 1920 બોટલ હસ્તગત લેવાઈ હતી.જેની કિંમત રૂા. 2.88 લાખ આંકવામાં આવી હતી. આ કાર્યવાહીમાં આરોપી ભાવેશ બાબુલાલ નાઈ, સુરેશકુમાર ભીખારામ બિશ્નોઈની દસ લાખની કિંમતના વાહન,ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂા. 13.48 લાખના મુદામાલ સાથે ધરપકડ થઈ હતી.પકડાયેલા દારૂનો જથ્થો રાજસ્થાનથી ગાડીમાં બંપર તથા પાછળની ડેકીમાં ચોર ખાનામાં તેમજ કાપડની થેલીઓમાં લવાયો હતો. આ પ્રકરણમાં પોલીસે આ ગુન્હામાં સામેલ આરોપી નટુ ઠાકોર તથા તેના સંપર્કમાં આવેલા મોબાઈલ નંબર ધારકને પકડી પાડવાની દિશામાં પોલીસે ચક્રોગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd