• શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

મોદીની ચા પાર્ટીમાં વિપક્ષો ન ગયા

નવી દિલ્હી, તા. 13 : સંસદનું ચોમાસું સત્ર સમાપ્ત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે ચાની પાર્ટીમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટીના સભ્યો સામેલ થયા નહોતા. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ દર વખતની જેમ પોતાની ચેમ્બરમાં રાખેલી પાર્ટીનો વિપક્ષી સભ્યોએ ત્યાગ કર્યો હતો. આ ચા પાર્ટીમાં વિપક્ષમાંથી માત્ર દ્રમુકના સાસંદ કનિમોઝી પહોંચ્યા હતા. મોદી, અમિત શાહ અને રાજનાથસિંહ પહોંચ્યા હતા. કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ, સપા, તૃણમૂલ અને ઇન્ડિયા જોડાણના અનેક પક્ષોના નેતાઓ ચા પાર્ટીમાં જોડાયા નહોતા. બીજી તરફ રાજ્યસભામાં વિપક્ષી નેતાઓએ સભાપતિ સી.પી. રાધાકૃષ્ણન દ્વારા યોજિત ચા પાર્ટીમાં ભાગ લીધો હતો. કેંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી સહિત વિપક્ષના નેતાઓ રાજ્યસભાના સભાપતિની ચા પાર્ટીમાં સામેલ થયા હતા. સંસદના શિયાળુ સત્ર બાદ લોકસભા સ્પીકરે યોજેલી ચા પાર્ટીમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી સામેલ થયાં હતાં.

Panchang

dd