• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

લાકડીયામાં ઔદ્યોગિક એકમમાંથી 7.44 લાખના કોપર કેબલની તસ્કરી

ગાંધીધામ,તા.13: ભચાઉ તાલુકાના લાકડીયામાં આવેલ એક ઔદ્યોગિક એકમમાંથી અજાણ્યા શખ્સો રૂા. 7.44 લાખની કિંમતનો કોપર વાયરની તસ્કરી કરી હોવાનો મામલો ફરીયાદ સ્વરૂપે પોલીસ દફતરે નોંધાયો હતો. અનાવીલ વાયર એન્ડ એન્જીનીયરીંગ લીમીટેડ કંપની અંદર ગત તા.20/7  થી તા.11/8 સુધીના અરસામાં ચોરીનો આ બનાવ બન્યો હતો. આ અંગે એકમના સાઈડ ઈન્ચાર્જ નિતેશકુમાર શિવમંગલ ચૌધરીની ફરીયાદને ટાંકીને પોલીસે જણાવ્યુ હતુ કે અજાણ્યા એક કરતા વધુ આરોપીઓ એકમન દિવાલ ઉપર લાગેલી ફેન્સીંગના તાર તોડીને અંદર પ્રવેશ્યા હતા. હરામખોરો અહીંથી ડ્રમમાં પડેલ 1 કોરનો 240 સ્કવેર એમ.એમ. નો 287 મીટર ફલેક્ષિબલ કોપર કેબલ લઈને પલાયન થયા હતા.જેની ચોરાયેલા માલની કિંમત રૂા. 7,44,478 અંાકવામાં આવી હતી. આ અંગે નોંધાયેલી ફરીયાદના આધારે પોલીસે આ ગુન્હામાં સામેલ તહોમતદારોને ઝડપી પાડવાની દિશામાં ચક્રોગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd