• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

ટ્રેનના ટોઈલેટથી 40 ટકા યાત્રી પરેશાન

નવી દિલ્હી, તા. 13 : સુવિધાજનક લાંબી મુસાફરી માટે જ લોકો ખાસ કરીને ટ્રેન પસંદ કરતાં હોય છે પણ આ સુવિધા જ ઘણીવાર અસુવિધા બની જાય ત્યારે સ્થિતિ પ્રતિકૂળ બની જાય છે. ટ્રેનોમાં શૌચાલની સુવિધા તો હોય છે પણ યાત્રામાં આ ટોઈલેટ જ તેમની પરેશાનીનું કારણ પણ બની રહ્યાં છે! રેલવે ઉપર કેગનાં અહેવાલ અનુસાર ટ્રેનોનાં ટોઈલેટથી 40 ટકા યાત્રીઓ પરેશાન થાય છે. કેગનાં નવા અહેવાલમાં રેલવેની સફાઈ વ્યવસ્થા, બાયો ટોઈલેટની સંભાળ, તેનાં માટેનાં ભંડોળનાં ઉપયોગ સામે ગંભીર સવાલ ઉભા થાય છે. રિપોર્ટ અનુસાર ટ્રેનમાં ઓનબોર્ડ સફાઈ વ્યવસ્થા સામે પ0 ટકા મુસાફરોએ અસંતોષ વ્યક્ત કર્યો છે. આના હિસાબે લાંબી મુસાફરી કરતાં કરોડો યાત્રીઓનાં સ્વાસ્થ્ય અને સુવિધા ઉપર રેલવેની બેદરકારી ભારે પડી રહી છે. સંસદમાં પેશ કરવામાં આવેલા કેગનાં અહેવાલમાં આ ખુલાસો થયો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, સ્વચ્છતા અને દેખરેખ માટે વર્ષે સેંકડો કરોડ રૂપિયા બજેટમાં ફાળવાય છે. તેમ છતાં તેની પાછળ વાસ્તવિક ખર્ચ કેટલો થયો અને કેટલું ભંડોળ વપરાયું નહીં તેનાં કોઈ પારદર્શક આંકડા ઉપલબ્ધ બનતા નથી. એટલે કે ધરાતલ ઉપર સ્થિતિ અત્યંત ખરાબ હાલતમાં હોવાનું બહાર આવી ગયું છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd