• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

કેરા પાસે પ્લેઝરને ટ્રકે અડફેટે લેતાં ગામના યુવકનાં મોતથી અરેરાટી

ભુજ, તા. 13 : તાલુકાના કેરામાં આજે રાતે ગામના પ્લેઝરચાલક 18 વર્ષીય યુવક ચિરાગભાઈ રમેશગિરિ ગુંસાઈને ટ્રકે અડફેટે લેતાં ગંભીર ઈજાનાં પગલે તેનું મોત નીપજતાં ગામમાં અરેરાટી વ્યાપી  છે. આ કરુણ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ કેરાનો ચિરાગ તેના કબજાની પ્લેઝર લઈને આજે રાતે 8:30 વાગ્યાના અરસામાં કેરાની ક્રિષ્ના હોટેલ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ટ્રકે તેને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘાયલ ચિરાગને તેના ફુવા પરેશભાઈ ગુંસાઈ તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ કરુણ બનાવ અંગે હોસ્પિટલની પોલીસ ચોકીમાં વિગતો જાહેર કરાઈ હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd