ભુજ, તા. 29 : સનાતન ધર્મની ધારા અને સંસ્કૃતિને
ઉજાગર કરતા ગુરુવંદનાના ઉત્સવ ગુરુપૂર્ણિમાએ
ગુરુવંદનાથી સાધકનાં જીવનમાં ઉત્સાહ અને ઊર્જાનું
સિંચન થાય છે, બુધવારે કચ્છભરમાં
ગુરુપૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. - સંસ્કાર ભારતી દ્વારા ગુરુવંદના : ભુજમાં રંગમંચ અને લલિત કલાને સમર્પિત ભારતીય કલા સંસ્થા `સંસ્કાર ભારતી' દ્વારા
ગુરુપૂર્ણિમા પર્વે સંસ્થાના પદાધિકારીઓ અને કલાકારોએ કચ્છના જાણીતા કેળવણીકાર
અને સાહિત્યકાર રમેશભાઈ દવેના નિવાસસ્થાને રૂબરૂ જઈને ગુરુવંદન, પૂજન તેમજ નટરાજ પૂજનનો કાર્યક્રમ યોજ્યો હતો. ગુજરાત પ્રાંતના મહામંત્રી પંકજ ઝાલાએ સ્વાગત કર્યું હતું, આ મંગલ પ્રસંગે કુમારી માનસી માણેકે રમેશભાઈ દવેને કંકુ અને ચોખાનું તિલક કરી સ્વાગત-અભિનંદન
કર્યા હતા, સંસ્થાના કોષાધ્યાક્ષ પિનાંક જોબનપુત્રાએ શ્રીફળ અને સાકર, સંસ્કાર ભારતી કચ્છ સમિતિના અધ્યક્ષ
પ્રકાશ ગોસ્વામીએ સન્માનપત્ર અને સ્મૃતિચિહ્ન
એનાયત કરી સન્માન કરી ગુરુપૂજન કર્યું હતું. રમેશભાઈના શિષ્ય અને ભાડાની શાળાના આચાર્ય કીર્તિભાઇ ઠક્કર તથા માનકૂવાના પત્રકાર
પ્રમોદાસિંહ જાડેજાએ ગુરુવંદના કરી હતી. આ સન્માન સમારોહમાં સંસ્કાર ભારતીના પ્રાંત
કલા ધરોહર સંયોજક નરેશભાઈ અંતાણી, કચ્છ સમિતિના કલા ધરોહર અધ્યક્ષ સંજયભાઈ
ઠાકર, મંચીય કલા સંયોજક
નરેન્દ્રપુરી ગોસ્વામી, દૃશ્યકલા સંયોજક અવનીબેન સોની, ભૂતપૂર્વ અધ્યક્ષ
આશુતોષભાઈ મહેતા, નિરૂપમભાઈ છાયા, હર્ષદાબેન
ચૌહાણ, કૃપલબેન સોમપુરા, પથિક માણેક,
દુર્ગેશભાઈ જોશી, રમેશભાઈ સોનપાર તેમજ કચ્છ યુનિવર્સિટીના
પ્રથમ કુલપતિ ડો. કાતિક્ભાઈ ગોર, કૃષ્ણકાંત ભાટિયા વગેરે મહાનુભાવો અને કલાકારોએ હાજરી આપી ગુરુવંદના તેમજ નટરાજ
પૂજનના આ દિવ્ય કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. - સાધના કુટિર વાંઢાય : વાંઢાયની સાધના કુટિર ખાતે બ્રહ્મલીન સંત
વાલરામજી મહારાજના સમીધ મંદિરે જીતુભગતના સાંનિધ્યમાં ગુરુપૂજન, ભજન
સસત્સંગ, સંધ્યાપાઠ સહિતના કાર્યક્રમ યોજાયા હતા,
તેમણે જણાવ્યું કે, અજ્ઞાનરૂપી અંધકારમાં જ્ઞાનરૂપી
અજવાળા પાથરી શ્રેયનો સાચો માર્ગ બતાવે તે ગુરુ. આ પ્રસંગે દેવયાનીબેન, દક્ષાબેને ભજનનાં પદો ગાયાં હતાં. શાત્રી ઉમેશ મહારાજે વર્ષાબેન-નીતિનભાઈના
યજમાન પદે ગુરુપૂજનવિધિ સંપન્ન કરાવી હતી. પ્રસાદના દાતા નવીનભાઈ આઈયા રહ્યા હતા. - અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ
: વાલરામજી મહારાજનું શતાબ્દી વર્ષ ઊજવાઈ
રહ્યું હોવાથી સમગ્ર કચ્છમાં ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોની શ્રેણીનું આયોજન કરવામાં
આવી રહ્યું છે. અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા તાલુકા મુખ્ય મથકો તેમજ શહેરોમાં
જીતુભાઈ ભગતનાં માર્ગદર્શન હેઠળ સંધ્યાપાઠ, ગૌસેવા, શિક્ષણલક્ષી સહાય, આરોગ્ય
સેવાઓ સહિત વિવિધ લોકકલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. ગુરુપૂર્ણિમાના આ પાવન અવસરે ઉપસ્થિત ભક્તોએ ગુરુવરના
આશીર્વાદ મેળવી સેવા, સાધના અને માનવકલ્યાણના માર્ગે આગળ વધવાનો
સંકલ્પ વ્યક્ત કર્યો હતો. - રવિભાણ આશ્રમ-મોટી વિરાણી : વિરાણી મોટી
(તા. નખત્રાણા) : અહીંના રવિભાણ આશ્રમ-રામ મંદિર સંસ્થાનમાં જગદ્ગુરુ દ્વારાચાર્ય સ્વામી
શાંતિદાસજી મહારાજ (મહંત) તથા લઘુમહંત સુરેશદાસજી મહારાજના સાંનિધ્યમાં ગુરુપાદુકા
પૂજન, હોમ-હવન, સત્સંગ-પ્રવચન,
મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સનાતન ધર્મની ધારા અને સંસ્કૃતિને
ઉજાગર કરતો ગુરુવંદનાનો ઉત્સવ ગુરુપૂર્ણિમા સાધકનાં જીવનમાં ઉત્સાહ, ઊર્જાનું સિંચન થાય છે તેવું શાંતિદાસજી મહારાએ જણાવ્યું હતું. આરંભમાં લઘુમહંત
સુરેશદાસજી બાપુએ બદ્રીનાથ આશ્રમનું નિર્માણ તથા વિરાણી રવિભાણ આશ્રમનાં નિર્માણની
વિગતો આપી દાતાઓને આશિષ આપ્યા હતા.ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જેન્તીભાઇ શિરવી, લીલાધરભાઇ પટેલ, મગનભાઇ વેલાણી સહિત હજારોની સંખ્યામાં ભાવિકો ઊમટયા હતા.વ્યવસ્થા ચેતન આઇયા,
હિતેશ કારીઆ, પ્રવીણભાઇ પટેલ, ભાવેશ આાઇયા, આશિષ લુહાર, વાલજી
મારાજએ સંભાળી હતી. - ગાયત્રી શક્તિપીઠ-ભુજ : અહીંના ગાયત્રી
મંદિર ખાતે સ્થાપિત પ્રખર પ્રજ્ઞા અને સજલ શ્રદ્ધાના સાંનિધ્યમાં ગુરુદેવ પં. રામ શર્મા
આચાર્ય અને ભગવતી દેવીનું સામૂહિક પૂજન, ગાયત્રી યજ્ઞ, સંસ્કારો, ગુરુ ગીતાપાઠ,
અખંડ જાપનું આયોજન કરાયું હતું, જેમાં ભારતીય પરંપરાઓ,
પ્રકૃતિ પૂજન અને સભ્યતાઓ જાળવી રાખવા અનુરોધ કરાયો હતો. - વિશ્વ હિન્દુ પરિષદ પશ્ચિમ
કચ્છ : વિશ્વ હિન્દુ પરિષદ પશ્ચિમ કચ્છ દ્વારા
ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસરે અનેક સ્થાન ઉપર સંતોના આશીર્વાદ લઇ ગુરુપૂજન કરાયું હતું.
જિલ્લામંત્રી નાજાભાઇ ભરવાડે જણાવ્યું હતું ગુરુનું સ્થાન હંમેશાં શિષ્યના હૃદયમાં
હોય છે, વિશ્વ હિન્દુ પરિષદનું સંગઠન સંતોના માર્ગદર્શન
હેઠળ હોય છે, આજના દિવસે તમામ પ્રખંડોમાં 100 ઉપરાંત બજરંગ દળ, માતૃશક્તિ, દુર્ગાવાહિની
સાથે તમામ આયોમોના કાર્યકરોએ 80 ઉપરાંત જગ્યા પર જઈ ગુરુપૂજન કર્યું હતું. આજના કાર્યક્રમમાં
વિભાગના સહમંત્રી દિનેશભાઈ ગજ્જર, બજરંગ
દળના કરણાસિંહ જાડેજા, પ્રવીણભાઈ આહીર, વાલજીભાઈ આહીર, કૃષ્ણકાંત પંડ્યા, રમેશભાઈ, માવજીભાઈ, હરિભાઈ,
જિલ્લાના ઉપાધ્યક્ષ કેતકીબેન વ્યાસ, દીપેશભાઈ જોશી,
નિર્મલભાઇ આળોસિયા, જિગરભાઈ બાપટ સાથે પ્રખંડોના
મંત્રી-અધ્યક્ષ સાથે અને કાર્યકરોએ જોડાઈ તમામ જગ્યાએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
- પંચમુખા હનુમાન મંદિર -મંગવાણા
: મંગવાણા (તા. નખત્રાણા) : અહીં જંગલની મધ્યમાં
આવેલા પંચમુખા હનુમાન મંદિર શ્યામધામ ખાતે મહંત નરેશ ગિરિબાપુના સાંનિધ્યમાં આગલા દિવસે
સાંજે મહાઆરતી, મહાપ્રસાદ તેમજ રાત્રે
વિવિધ કલાકારો દ્વારા સંતવાણી યોજાઈ હતી, બીજા દિવસે સવારે ગુરુપૂજન,
આરતી, પ્રસાદ વિતરણ સાથે બપોરે મહાપ્રસાદનું આયોજન
કરાયું હતું. ભક્તોએ નરેશગિરિ બાપુ, જીરીકાનંદગિરિ માતાજી,
હર્ષદગિરિનું પૂજન કર્યું હતું. કાર્યક્રમમાં રવજીભાઈ પોકાર,
મંગલભાઈ ચૌહાણ, કૃષ્ણકાંત પંડ્યા, સંદીપભાઈ મોરેશિયા સાથે મોટી સંખ્યામાં ભાવિક -ભક્તો જોડાયા હતા. - વરમસેડા (તા. નખત્રાણા) : વરમસેડાના નનામા ડુંગરની તળેટીમાં આવેલા
પ્રાચીન મહેશગિરિ બાપુના ધૂણા પર ભક્તો દ્વારા મહંત મહેશગિરિબાપુનું પૂજન કરાયું હતું, સવારે ગુરુપૂજન, આરતી,
પ્રસાદ વિતરણ, બપોરે મહાપ્રસાદ તથા રાત્રે ભક્તો
દ્વારા આરાધીવાણીની સંતવાણી યોજાઈ હતી. - એકલધામ - ભરૂડિયા : વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત તથા જિલ્લાના કાર્યકરોએ એકલધામ ભરૂડિયા
ખાતે મહંત દેવનાથ બાપુનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા, પ્રાંતમંત્રી દેવજીભાઈ મૈત્રા, મહાદેવભાઇ વીરા, ધનજીભાઈ, રણછોડભાઈ,
ભાવિકભાઈ, અરજણભાઈ વિગેરેએ સંતોનાં પૂજન કર્યાં
હતાં. - વડવા હોથીમાં મોમાઈમાનાં મંદિરે
ઉજવણી : વડવા હોથીના મોમાઈમાનાં મંદિરે અખિલ કચ્છ
સમસ્ત મેઘમારૂ લોંચા પરિવાર દ્વારા ભૂવાજી મનજીદાદાનાં સાંનિધ્યમાં ગુરુવંદના સાથે પાદુકા પૂજન, ભૂવાજીને કચ્છી પાઘ અને મોમાઈમાની ચાંદીની છબીથી
લોંચા પરિવારના આલારામ ભગત અને આલાભાઇ લેંચા દ્વારા સન્માનિત કરાયા હતા, આ પ્રસંગે લક્ષ્મણભાઇ લોંચા, રમેશભાઇ લોંચા, પૂજારી વેરશી ભગત, સતીશભાઇ લોંચા, દિનેશભાઇ લોંચા, સુરેશભાઇ લોંચા, શિવજીભાઇ લોંચા, અજયભાઇ લોંચા, ઉમાબેન લોંચા, મીણાબેન લોંચા, સુશીલાબેન
લોંચા, મેઘાબેન લેંચા વગેરેએ ગુરુવંદનામાં ભાગ લીધો હતો, કાર્યક્રમનું સંચાલન નારણભાઈ લોંચાએ
કર્યું હતું. - કોડાય ખોડલધામમાં
ઉજવણી : કોડાય (તા. માંડવી) : ગામની રૂકમાવતી નદીના
કિનારે આવેલા ખોડલધામ ખાતે આઈ ગંગામાનાં સાંનિધ્યમાં સત્સંગ, આરતી, પૂજન તથા મહાપ્રસાદનું
આયોજન કરાયું હતું. - આઈ ગંગામાએ
ઉપસ્થિત ભાવિકોને આશીર્વચન પાઠવ્યા હતા. : આ પ્રસંગે માંડવી-મુંદરાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ
દવે, વિજયભાઈ ગઢવી (પૂર્વ પ્રમુખ ચારણ સમાજ),
રાણશીભાઈ ગઢવી (ઉપપ્રમુખ પ્રદેશ કિસાન મોરચો), વિરલભાઈ જોશી (સરપંચ), સુખદેવભાઈ ગઢવી, ઉદયભાઈ ગઢવી, જયેશભાઈ ગઢવી (કવિ જય), ડો. મહિપાલાસિંહ ગઢવી, નારાણભાઈ ગઢવી, કિશોરભાઈ ગઢવી, રાઘવદાન ગઢવી (તલાટી) સહિત અગ્રણીઓ અને
મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા રાજુભાઈ દરજી તથા ભરતભાઈ દરજી
(સુરત) અને તેમની ટીમ દ્વારા સંભાળવામાં આવી હતી. સંચાલન જયેશદાન ગઢવીએ કર્યું હતું.
- રાજકીય અગ્રણીઓએ આશીર્વાદ મેળવ્યા : ભુજ : ગુરુપૂર્ણિમાના પવિત્ર અને આધ્યાત્મિક
મહાપર્વ નિમિત્તે ભુજમાં ભક્તિ, શ્રદ્ધા
અને ગુરુવંદનાનો માહોલ સર્જાયો હતો. આ અવસરે પૂ. આચાર્ય રશ્મિરત્ન સૂરિશ્વરજી મ.સા.ના
સાંનિધ્યમાં શહેરના અગ્રણી રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓ અને
શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલિકાના
પ્રમુખ (નગરપતિ) શીતલભાઈ શાહ, પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા સહિતના
રાજકીય અગ્રણીઓએ ગુરુ પ્રત્યેની પોતાની અખંડ આસ્થા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન
સંઘના પ્રમુખ કીર્તિભાઈ શાહ તથા મંત્રી નીલેશભાઈ મહેતાએ મહાનુભાવોનું સન્માન કર્યું
હતું. - રોહા-સુમરી ખાતે ઉજવણી : રાજાશાહી
વખતના નખત્રાણા તાલુકાના રોહા સુમરી ગામના પાદરે કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં
બ્રહ્મલીન મહેશગિરિજી મહારાજ (ગુરુ મારાજ)ના સમાધિ સ્થળે પૂજારી ધરમગિરિજી ગોસ્વામીના
સાંનિધ્યમાં ગુરુપૂનમની ઉજવણી કરાઇ હતી. સવારના ભાગે સમાધિ તથા ગુરુપાદુકા પૂજન, સંગીતમય મહાઆરતીનું આયોજન ગુરુભક્તો દ્વારા
કરાયું હતું. સમગ્ર કચ્છભરમાંથી વિવિધ જગ્યાએથી ગુરુભક્તો જોડાયા હતા. ચીરાગગિરિ ગોસ્વામીએ
આરતી વ્યવસ્થા સંભાળી હતી. નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન ગોસ્વામી,
સરપંચ નીતિનગિરિ ગોસ્વામી, ઇન્દ્રજિતસિંહ વાઢેર,
ચંદ્રસિંહ વાઢેર, નાનજીભાઇ ચાવડા, ભારૂભા જાડેજા, કારૂભા જાડેજા, જેરામગિરિ ગોસ્વામી (ભુજ), દેવચંદભાઇ ઉકાણી, શાંતિલાલ આચાર્ય, ધીરજભાઇ વ્યાસ, જગદીશભાઇ પંડયા (ભુજ), પ્રીતમભાઇ વ્યાસ, શંભુગર ગોસ્વામી (ગઢશીશા), હિરેનભાઇ વ્યાસ, સુભાષભાઇ વ્યાસ, નિમેષભાઇ પંડયા, હિરાસંગ જાડેજા, સુરેશભાઇ ચોથાણી, દિલીપભાઇ વ્યાસ (ખીરસરા), દર્શનભાઇ મોતા (કથાકારશ્રી),
ભાવેશભાઇ માણેક, શાત્રી રાજેશભાઇ જોશીએ પૂજનવિધિ
કરાવી હતી. - કુકમા નિવૃત્તિ
આશ્રમ : ભુજ તાલુકાના નિવૃત્તિ આશ્રમ ખાતે પૂજન, આરતી, ભજન અને મહાપ્રસાદ
સહિતના કાર્યક્રમ યોજાયા હતા, જેમાં આસપાસનાં ગામના લોકોએ ગુરુ
સમક્ષ શીશ ઝુકાવ્યા હતા. - અલખધામ -ભુજ
: ભુજના એરપોર્ટ ટર્મિનલ સામે આવેલા અલખધામ
ખાતે મહંત ધનંજયગિરિબાપુના સાંનિધ્યમાં દેવી-દેવતાઓનું પૂજન, ગુરુવંદના, મહાપ્રસાદ
સહિતના કાયક્રમ યોજજાયા હતા, આ પ્રસંગે હીરાલાલભાઈ મોતા,
નરોત્તમ કેશવાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. - ઘડુલી ગાયત્રી પરિવાર : લખપત તાલુકાના ઘડુલી ગામે ગાયત્રી પરિવાર દ્વારા ગુરુપૂજન કરાયું
હતું, જેમાં મોટી સંખ્યામાં ભાઈ-બહેનો જોડાયા હતા.
- નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ
કેન્દ્ર -ભુજ : સંસ્થાના
ઉપક્રમે પૂ. શ્રીમદ્વિજય કલ્પતરુ સૂરિશ્વરજી મ.સા.ની વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો, સંસ્થાના મોભી વેલજીભાઈ મહેતાએ સામૂહિક વંદના
કરાવી હતી, પૂ. ગુરુદેવે જીવદયા અને માનવસેવાની શીખ આપી હતી,
સંસ્થાના હિરેન દોશી, શાંતિલાલ મોતા, કીર્તિકુમાર મહેતા, કલ્પના મહેતા, નીતિન પારેખ વિગેરે જોડાયા હતા. - જૈન ભવન ખાતે ઉજવણી : છ કોટિ સંઘના
કેસરબાઇ જૈનભવન ખાતે લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ ભાવચંદ્રજી સ્વામીના આજ્ઞાનુવર્તી
મહાસતીજી અંજનાકુમારીજીની ગુરુપૂર્ણિમાના દિને જ્ઞાનપ્રચૂર `આગમપોથી'
વહોરાવા ગુરુવંદનાનો એક કાર્યક્રમ યોજાયો હતો. મહાસતીજી સોહિનીજી તથા
પ્રિયદર્શિનીજીએ આગમની જ્ઞાનપોથીઓમાં જ્ઞાનસંપદાથી ઉપસ્થિતોને અવગત કરાવી ગુરુ પ્રત્યે
સમર્પિતતાનો બોધ આપ્યો હતો. સંચાલન સમિતિના વરિષ્ઠ સભ્ય જગદીશભાઇએ કર્યું હતું. મહાસતીજી
પરમાર્થિનીજી તથા કપાર્થિનીજીએ ગુરુવંદના કરાવી હતી. - માતાના મઢમાં ઊજવણી : માતાના મઢમાં રાજાબાવા યોગેન્દ્રસિંહજીએ
ગુરુગાદીની પૂજા કરી હતી. કચ્છ રાજપરિવારના પ્રતાપસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, મેઘદીપસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.