માધાપર, તા. 20 : અહીં યોજાયેલા હિન્દુ સંમેલનમાં
વિવિધ સમાજ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરાઇ હતી. કાર્યક્રમમાં અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટય
કરાયું હતું. ધર્મ-સંસ્કૃતિ, વેદ-શત્રો,
સંયુક્ત કુટુંબ, રાષ્ટ્રસેવા, દેશપ્રેમ, સ્વદેશી જાગરણ, સામાજિક
સમરસતા, નાગરિક કર્તવ્ય સહિતની માહિતી આપતા રાષ્ટ્રીય સ્વયંસેવક
સંઘના વક્તા ડો. ખુશાલભાઇ ચંદ્રોગાએ નાગરિક તરીકેની ફરજ નિભાવવા જણાવ્યું હતું. આર્ષ
અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદજીએ એકજૂટ થઇ રહેવા જણાવ્યું હતું. હિન્દુ સંમેલનના
અધ્યક્ષ રતનશી દાદા માતંગ, ધર્મગુરુ મહેશ્વરી સમાજે બધા સમાજને
એકજૂટ થઇ આગળ વધવા તથા ઉત્સવોની ઉજવણી હળીમળી કરવા જણાવ્યું હતું. કચ્છ ગુર્જર ક્ષત્રિય
સમાજ મહાસભાના પ્રમુખ વિનોદભાઇ સોલંકી તથા પરેશભાઇ ત્રિવેદીએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું
હતું. કાર્યક્રમમાં વેશભૂષા, મહિલાઓ દ્વારા તલવાર રાસ સહિતના
કાર્યક્રમો યોજાયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ મુકેશભાઇ મહેશ્વરી, બંસીભાઇ મહેશ્વરી, કુંતેશભાઇ ચૌહાણ, મહેન્દ્રભાઇ વરુ, દર્શનભાઇ વાઘેલા, મંડપ-લાઇટ સમિતિમાં ખીમજી મહેશ્વરી, ચંદ્રકાંતભાઇ,
ચેતનભાઇ ચૌહાણ, કિરણભાઇ ચૌહાણ, ભોજન સમિતિમાં દીપકભાઇ ચૌહાણ, જેન્તીભાઇ રાઠોડ,
જગમાલભાઇ રાઠોડ, મહીપતભાઇ ગઢવી રહ્યા હતા. કાર્યક્રમની
વ્યવસ્થા ઉપાધ્યક્ષ જેન્તીભાઇ વાઘેલા, ઉલ્લાસભાઇ રાઠોડ,
રવજીભાઇએ સંભાળી હતી. મહાપ્રસાદના દાતા વિનોદભાઇ સોલંકી, મનોજભાઇ સોલંકી, ચમનભાઇ ચૌહાણ, નરેન્દ્રભાઇ ડાંગર, પ્રવીણભાઇ ખોખાણી, અપૂર્વ સોલંકી, પંકજભાઇ યાદવ,ગજેન્દ્રભાઇ
વાઘેલા, રમેશભાઇ ટાંક રહ્યા હતા.સંચાલન ભરતભાઇ રાઠોડ તથા અંકીતાબેન
રાઠોડે કર્યું હતું. રામમંદિર વિસ્તાર, ભાદરકા સોસાયટી,
મતિયા કોલોની, જૂનાવાસ ગામતળ, મહાપ્રભુનગર, ભવાની હોટેલ વિસ્તાર, ખેતરપાળ મંદિર વિસ્તાર સહિતના સ્થળેથી લોકો ઉપસ્થિત રહ્યા હતા.