માંડવી, તા. 20 : માંડવી લોહાણા મહાજન તરફથી
રઘુવંશી સમાજના ઈષ્ટદેવ દરિયાલાલજીની 853મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. લોહાણા મહાજનવાડીના હોલમાં
જ્ઞાતિપ્રમુખ શૈલેશભાઈ મડૈયાર, ઉપપ્રમુખ દિલીપભાઈ ઠક્કરે પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું.
ભરતભાઈ સોમૈયા પરિવારે પૂજાવિધિ કરાવી હતી. દરિયાલાલજીની પાલખીયાત્રા તથા રથયાત્રા
ઢોલ-શરણાઈના નાદે મહાજનવાડીથી નીકળી દરિયાલાલજીનાં મંદિરે પહોંચી હતી. બહોળી સંખ્યામાં
જ્ઞાતિજનોએ નાળિયેર વધેરી નવાંવર્ષનાં વધામણાં
કર્યાં હતાં. જ્ઞાતિના માતાસ્થાન તરીકે ઓળખાતા આશાપુરા માતાજીનાં મંદિરે પાલખીનો વિરામ
કરાયો હતો. રસ્તામાં ઠેરઠેર જ્ઞાતિના બહેનોએ પાલખીની તથા ઈષ્ટદેવ દરિયાલાલજીની પૂજાવિધિ
કરી હતી. શોભાયાત્રાને સફળ બનાવવા નિહિતભાઈ ભીંડે, ભાવિનભાઈ ગણાત્રાના
નેતૃત્વમાં દક્ષાબેન સચદે, પ્રજ્ઞાબેન પોપટ, બીનાબેન સેજપાલ, જયાબેન ગણાત્રા, પ્રીતિબેન આથા, હર્ષાબેન મડૈયાર, નૂતનબેન કોટકે જહેમત ઉઠાવી હતી. રથયાત્રામાં લોહાણા મહાજનના પ્રમુખ શૈલેશ મડૈયાર, દિલીપ ઠક્કર, સુરેશ ઠક્કર, ધર્મેન્દ્ર કોટક, હિતેષ સોમૈયા, કુનાલ ઠક્કર, દિનેશ કતિરા, મુલેશ
ઠક્કર, અશોક ઠક્કર, જિગર કોટક, ડો. સંજય કોઠારી, સંદીપ સેજપાલ, સલાહકાર કિશોર ભીંડે, અનિલ તન્ના, હિતેષ આથા, પ્રવીણ પોપટ, ચંદ્રસેન કોટક, હિરેન
સોનેતા તથા યુવક મંડળના સ્મિત ઠક્કર, જિગર તન્ના, જિજ્ઞેશ ગણાત્રા, જલારામ રઘુવંશી મિત્રમંડળના દીપક પલણ
વિગેરે સાથે જોડાયા હતા. ચંદુલાલ તન્ના, ગોકુલ તન્ના,
નિરજ તન્ના, લાલા ઠક્કર વિગેરેનો સહકાર મળ્યો હતો.
જલારામ રઘુવંશી મિત્રમંડળ, પરીન કોટક, અનિલ તન્ના, સુરેશભાઈ ઠક્કરનો પણ સહયોગ મળ્યો હતો.