• શનિવાર, 21 માર્ચ, 2026

મુંદરામાં દરિયાલાલ જયંતીએ ભવ્ય શોભાયાત્રા

મુંદરા, તા. 20 : મુંદરા શહેરમાં લોહાણા મહાજન દ્વારા ભગવાન દરિયાલાલની જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આજે સવારે પૂ. દરિયાલાલ મંદિરે પૂજાનો લાભ જલ્પાબેન કરણભાઈ ઠક્કરે લીધો હતો. આ પ્રસંગે લોહાણા મહાજનના ભાઈઓ પોતાના કામકાજ બંધ રાખી મોટી સંખ્યામાં જોડાયા હતા. સાંજે ખારવાચોક મધ્યેથી રથયાત્રાને કચ્છ જિલ્લા લોહાણા સમાજના પ્રમુખ સુરેશ ઠક્કર, મુંદરા લોહાણા સમાજ પ્રમુખ કિશોર ચોથાણી સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં સ્ટાર્ટ અપાયો હતો. રથયાત્રા શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હતી. મોડી સાંજે દરિયાલાલ મંદિરે સંગીતમય મહાઆરતી યોજાઈ હતી તેમજ રાત્રે અગ્નેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં મહાપ્રસાદમાં સમાજના ભાઈ-બહેનો જોડાયા હતા. આ પ્રસંગે સમાજના આગેવાનો હરેશ ઠક્કર, અમૂલ ચોથાણી, પ્રવીણચંદ્ર ગણાત્રા, રાજુ સત્યમ, રાજેન્દ્ર એન. ચોથાણી, સંજય ઠક્કર, યુવક મંડળના હેત ઠક્કર, વિવેક ગણાત્રા તેમજ મહિલા મંડળના બહેનો જોડાયા હતા. આ સાથે ભાજપ હોદ્દેદારો અરાવિંદ પટેલ, હિરેન સાવલા, દિલીપ ગોર, કરણ મહેતા, ખારવા સમાજના પ્રમુખ રાજેશ કષ્ટા સહિત વિવિધ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. 

Panchang

dd