• રવિવાર, 16 જૂન, 2024

નાના અંગિયામાં અમૃત મહોત્સવ પ્રસંગે 1700 નિયાણીનો સત્કાર

વિથોણ, તા. 20 : નાના અંગિયા લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજ આયોજિત અમૃત મહોત્સવના ત્રીજા દિવસે પાટીદાર સનાતન સમાજની 1700થી વધુ દીકરીઓનું સામૈયા સાથે સન્માન કરાયું હતું. વર્ષો પછી માદરે વતનની માટીની સુગંધ લેવા 1700 નિયાણી એકછત્ર નીચે એકત્રિત થઇ દૃશ્યો ભાવ-વિભોર કરે તેવાં હતાં. નિયાણી દાન-ભેટના દાતા ગાભુભાઇ કાનજીભાઇ મેઘાણી પરિવાર (રાંચી) અને અમૃતભાઇ દેવજીભાઇ મેઘાણી પરિવાર (ભુજ) રહ્યા હતા. અમૃત મહોત્સવના મુખ્ય દાતા સ્વ. મેઘજીભાઇ કાનજીભાઇ કેસરાણી પરિવાર (માનકૂવા) અને સ્વ. વાલજીભાઇ કાનજીભાઇ કેસરાણી પરિવાર (ભુજ)ના સમર્પણ ભાવને બિરદાવાયો હતો. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જયસુખ પટેલ સહિતના રાજકીય આગેવાનો તેમજ શામજીભાઇ પટેલ હાજર રહ્યા હતા. મહોત્સવમાં ભાગ લેવા 3500થી વધુ અંગિયાવાસીઓ વતન આવ્યા છે. સમાજના પ્રમુખ નવીનભાઇ પારસિયા, આયોજનના ચેરમેન વેલજીભાઇ, પ્રવીણભાઇ નરસિંહભાઈ, દાનાભાઇ પારસિયા અને વિભાગીય પ્રમુખોએ બાગડોર સંભાળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang