• શનિવાર, 24 જાન્યુઆરી, 2026

ગ્રામ ગૃહ નિર્માણ યોજનામાં દંડનીય વ્યાજ માફીનો સીએમનો નિર્ણય

અમદાવાદ, તા. 23 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના લાભાર્થીઓના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના જે લાભાર્થીઓ મુદ્દલ સંપૂર્ણ ભરવા સંમત છે પરંતુ માસિક બે ટકા દંડનીય વ્યાજ ભરી શકે તેમ નથી તેમને રાહત મળશે.  આ આવાસ યોજનાના જે લાભાર્થીઓ 6 મહિનામાં તેમની બાકી રહેલી મૂદ્દલની સંપૂર્ણ રકમ ભરપાઈ કરે તેમને જ્ઞક્ષય શિંળય વ્યાજ માફીની યોજના અન્વયે 2%ના દંડનીય વ્યાજ વસૂલાતમાંથી મુક્તિ અપાશે. આ નિર્ણયથી અંદાજે 9029 જેટલા ગ્રામીણ કુટુંબોને લાભ થશે અને તેઓને કુલ 154 કરોડ જેટલી દંડનીય માતબર રકમની રાહત મળશે. 

Panchang

dd