• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

ગાંધીધામમાં ક્ષત્રિય રાજપૂત સમાજનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

ગાંધીધામ, તા. 24  : ગાંધીધામમાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા સાતમા સરસ્વતી સન્માન સમારોહ તથા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને શૈક્ષણિક ક્ષેત્રે તેમજ સરકારી નોકરીમાં પસંદગી પામેલા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આજના સમયમાં બાળકો પર ખોટા દેખાવ અને ભૌતિક ચમકના પડતા પ્રભાવ અંગે સંદેશાત્મક નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત માતા-પિતા દ્વારા સારા સંસ્કાર કેળવણી અને વર્તન શિક્ષણ પર કેવી રીતે અસર પડે છે તે વિષય પર વાલીઓ સાથે સંવાદ દ્વારા સમાજને સંદેશ આપવામાં આવ્યો હતો. રામાયણ, મહાભારત અને કૃષ્ણલીલા વિષયક સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા ટીમને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઉપરાંત સંઘની 100 વર્ષની યાત્રા તથા સોમનાથ સ્વાભિમાન પર્વ અંગેની ડોક્યુમેન્ટરી રજૂ કરીને ઇતિહાસ સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ક્ષત્રિય રાજપૂત સમાજ વાગડના ઉપપ્રમુખ માલાજી તેજાજી મકવાણા, આરએસએસ સૌરાષ્ટ્ર પ્રાંતના બૌદ્ધિક પ્રમુખ દિલીપાસિંહ જાદવ, જયંતીભાઈ ખીમજીભાઈ નાથાણી, પરબતજી વજાણી સરપંચ (ગેડી), રામજી ચૌહાણ સરપંચ (બાલાસર) સહિત અનેક સામાજિક આગેવાનો  ઉપસ્થિત રહ્યા હતા. તેમનું ગાંધીધામ ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ ભૂપતાસિંહ મકવાણા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું  સંચાલન પ્રભુજી ગોહિલ, ભરતાસિંહ પરમાર અને દેવન્દ્રાસિંહ વજાણી દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે આભારવિધિ બળદેવાસિંહ જોગુ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન અને સંચાલન  ક્ષત્રિય રાજપૂત શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. 

Panchang

dd