અંજાર, તા. 24 : ગુજરાત ફિઝિયોથેરાપી સંગઠન દ્વારા રામકૃષ્ણ સેવા ટ્રસ્ટના સહયોગથી ફિઝિયોથેરાપિસ્ટની સરકારી ભરતી માટે ગાંધીધામમાં માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કચ્છના વિવિધ વિસ્તારોમાં
ફિઝિયોથેરાપિસ્ટની ખાલી પડેલી જગ્યાઓમાં કચ્છના ઉમેદવારોને તક મળે તે માટે આયોજિત
આ કાર્યક્રમમાં ગુજરાત ફિઝિયોથેરાપિસ્ટ સંગઠનના સંસ્થાપક અને પ્રમુખ ડો.હાર્દિકભાઈ
ભટ્ટે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં દરેક વિષયોની કેવી રીતે તૈયારી કરવી, ક્યાં પુસ્તકોની મદદ લેવી, જૂના પ્રશ્નપત્રોની માહિતી અપાઈ હતી. આ વેળાએ
જિલ્લામાં અને રાજ્યમાં ખાલી પડેલી જગ્યા અંગે પણ વિગતો આપવામાં આવી હતી. કાર્યક્રમમાં
રામબાગ હોસ્પિટલના ડો. નેહા મુળિયાએ ઉપસ્થિત રહીને પ્રાંસગિક ઉદ્બોધન આપ્યું હતું.
અંતમાં સંસ્થાના ડો. હરેશ માળીએ આભારવિધિ કરી
હતી.